________________
૧૮૪
શ્રાવક જીવન : ભાગ ૪
તપ હતો. એક શિલાતલ ઉપર ચિત્તને સ્થિર કરીને, નિમેષરહિત દૃષ્ટિને એક રુક્ષ દ્રવ્ય ઉપર સ્થિર કરીને એક રાત્રિની મહાપ્રતિમા’ ધારણ કરીને ઊભા હતા.
એ સમયે દેવોની સભામાંથી ઇન્દ્રે કહ્યું ઃ ‘હે સૌધર્મદેવ-લોકવાસી દેવો, ભગવાન મહાવીરનો અદ્ભુત મહિમા સાંભળો. પાંચ સમિતિનું પાલન કરનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ચાર કષાયોને જિતનારા, આસ્રવરહિત અને દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ એવા મહાપ્રભુ ધ્યાનમાં સ્થિર બન્યા છે. એમને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ યા મનુષ્ય... કોઈ પણ શક્તિમાન નથી.' આ રીતે ઇન્દ્રે પરમાત્માનાં ગુણગાન ગાયાં.
આ સાંભળીને ઇન્દ્રનો સામાનિક દેવ સંગમ, જે અભવ્ય હતો, પ્રગાઢ મિથ્યાત્વી હતો; તે રોષાયમાન થઈને બોલ્યો ઃ ‘હે સુરેન્દ્ર, દેવોની સામે આ મનુષ્ય સાધુ શું વિસાતમાં ? હું જાતે એને ધ્યાનભ્રષ્ટ કરીશ.' ઇન્દ્રે સંગમના અહંકારની ઉપેક્ષા કરી નાખી.
સંગમદેવ, જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં ગયો. પ્રભુને જોઈને તેના મનમાં વધારે રોષ ઉત્પન્ન થયો. તેણે પ્રભુને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે વિવિધ કષ્ટો આપવાની શરૂઆત કરી દીધી. તેણે એક રાતમાં ૨૦ મોટા ઉપસર્ગો કર્યા; પરંતુ તે ભગવાનને ધ્યાનમાંથી વિચલિત ન કરી શક્યો. હું એ ઉપસર્ગોનો માત્ર નામનિર્દેશ કરું છું. તેનાથી તમને ખબર પડશે કે ‘ભગવાન મહાવીર’ કેવી રીતે કહેવાયા હતા ! તેમનામાં કેવી અપૂર્વ વીરતા હતી. ?
૧. સૌપ્રથમ સંગમે ભગવાન ઉપર ધૂળ-રજની વૃષ્ટિ કરી. પ્રભુના શરીરનાં તમામ છિદ્રો રજથી ભરી નાખ્યાં. ભગવાન શ્વાસોચ્છ્વાસ લેવા માટે પણ અસમર્થ બની ગયા; તો પણ તેઓ ધ્યાનથી વિચલિત ન બન્યા.
૨. દેવે વજ્રમુખી લાખો કીડીઓ ભગવાનના શરીર ઉપર છોડી દીધી. કીડીઓ ભગવાનના શરીરને વીંધીને એક બાજુથી બીજી બાજુ નીકળવા લાગી. પોતાના તીક્ષ્ણ વજ્રમુખથી કીડીઓ પ્રભુના શરીરને કરડવા લાગી... છતાં પણ પ્રભુ સ્થિર રહ્યા.
૩. પછી દેવે મોટા મોટા લાખો મચ્છર-ડાંસ પ્રભુના શરીર ઉપર છોડ્યા. મચ્છરોએ શ૨ી૨ને ક્ષત-વિક્ષત કરી નાખ્યું. શરીર ઉપરથી શ્વેત રુધિરની ધારાઓ વહેવા લાગી, તો પણ પ્રભુ વિક્ષુબ્ધ ન થયા.
૪. દેવે તીવ્ર ચાંચવાળી હજારો ધીમેલ (એક પ્રકારનાં જંતુ) પ્રભુના શરીર ઉપર છોડી દીધી. તે પ્રભુના શરીરના મુખભાગ ઉપર ચોટી ગઈ અને લોહી પીવા લાગી, તો પણ પ્રભુ અચલ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org