________________
૧૮૩
પ્રવચન ૮૯ - કેટલાક લોકો મિત્રોને ખુશ કરવા પીએ છે. – કેટલાક લોકો પોતાના દેશી - વિદેશી વેપારીઓને ખુશ કરવા પીએ છે, પિવડાવે
- કેટલાક પોતાની જાતને “આધુનિક - મોડર્ન બતાવવા માટે પીએ છે અને
પિવડાવે છે. - કેટલાક મોટા શ્રીમંતોનું અનુકરણ કરવા પીએ છે. - કેટલાક લોકો શરાબ પીવાથી શરીરમાં શક્તિ આવે છે, એવી ભ્રમણાથી પીએ
આ વાત બીજાંની નથી કહેતો, જૈન સમાજની આ વાત છે. જેઓ માત્ર જૈન કહેવાય છે, માત્ર દેખાવના જેન છે, તેમની વાત છે. આવા લોકો જો સાધુ-પુરુષોના સંપર્કમાં આવે અને સાધુ-પુરુષ એમને પ્રેમથી સમજાવીને શરાબનો ત્યાગ કરાવી દે તો જ એમનું વ્યસન છૂટી શકે. અન્યથા તેમને માટે તો કરુણા-ભાવના જ ભાવવાની છે.
આ રીતે જે લોકો હિંસા, ચોરી, દુરાચાર, પરિગ્રહ આદિ પાપોમાં ફસાય છે એ લોકોને પાપમુક્ત કરવાનું ચિંતન કરવું, ઉપાય કરવો એ પણ કરુણાભાવના છે. દુઃખ આપનારાઓ પ્રત્યે કરુણા :
જે લોકો દુખી છે, જે લોકો દુઃખના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, જેઓ પાપી છે, એમના પ્રત્યે જે પ્રકારની કરુણા-ભાવનાનું ચિંતન કરવાનું છે, એવું જ જે લોકો આપણી સાથે દુર્વ્યવહાર કરે છે, આપણને દુઃખ આપે છે, આપણને સતાવે છે, એમના પ્રત્યે પણ કરુણાસભર ચિંતન કરવાનું છે. આ વ્યક્તિ આપણને દુઃખ દે છે માટે આપણે એને દુઃખ આપીશું,' એવો વિચાર કરવાનો નથી. દુઃખથી બચવા માટે તમે જે પ્રતિકાર કરો, તે પ્રતિકારની ક્રિયામાં પણ કરુણા' રહેવી જોઈએ.
આ પ્રકારની શ્રેષ્ઠ કરુણા પ્રદર્શિત કરનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનના કેટલાક પ્રસંગો અતિ પ્રેરણાદાયી છે. આજે એક પ્રસંગને યાદ કરીને કરુણાવંત ભગવાનની સ્તુતિ કરીશું, પ્રશંસા કરીશું.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે સાધનાકાળમાં હતા ત્યારે ઉગ્ર તપશ્ચય કરતા હતા. ઉત્કૃષ્ટ સાધનામાં નિમગ્ન હતા એ સમયની વાત છે. ભગવાન પ્લેચ્છોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં પ્રવેશ્યા. પેઢાલ' નામના ગામની બહાર પોલાસ' નામના મંદિરમાં જઈને ઊતર્યા. ભગવાનને અક્રમ' (ત્રણ ઉપવાસ)નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org