________________
-
પ્રવચન ૮૯
દયાળુ,
જનરલ હૉસ્પિટલોમાં વધારે પ્રમાણમાં ગરીબ દરદીઓ જાય છે. કરુણાવંત લોકો ત્યાં જાય છે. જનરલ વોર્ડમાં જઈને દરદીઓને ફળ, દૂધ, દવા વગેરેનું વિતરણ કરે છે.
TWW
-
૧૮૧
કેટલાક લોકો આવી અનુકંપા કરનારી સંસ્થાઓને હજારો, લાખો રૂપિયાનું દાન આપે છે.
મુંબઈ, મદ્રાસ, અમદાવાદ જેવા મોટા નગરોમાં અનાથાશ્રમો ચાલે છે. એ આશ્રમોમાં ૨૦૦, ૩૦૦, ૫૦૦ જેટલાં અનાથ, ત્યક્ત, અપંગ નાનાંમોટાં બાળકોને રાખવામાં આવે છે. એમને જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કેટલાય કરુણાવાન માણસો આવા આશ્રમોને મોટાં મોટાં દાન આપે છે. કેટલાક લોકો પોતાના ઘરમાં જ્યારે લગ્ન જેવા પ્રસંગો આવે છે ત્યારે આવા આશ્રમોનાં બાળકોને ભોજન આપે છે, વસ્ત્રો આપે છે, પુસ્તકો આપે છે.
મોટાં શહેરોમાં કેટલાંક રીમાન્ડ હોમ' હોય છે. જે બાળકો નાનામોટા અપરાધ કરતાં પકડાય છે તેમને રીમાન્ડ હોમમાં રાખવામાં આવે છે. ત્યાં તેમને ભોજન, વસ્ત્ર વગેરે આવશ્યક વસ્તુઓ મળે છે. આવી સંસ્થાઓને સરકાર સહાય કરે છે. સમાજના દયાવાન ગૃહસ્થો પણ દાન આપે છે.
કેટલાંક સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ ધરનાં બાળકોનાં છાત્રાલયો ચાલે છે. બાળકોને ત્યાં મફ્ત આવાસ, ભોજન, વસ્ત્ર આપવામાં આવે છે અને શિક્ષણ પણ મફત આપવામાં આવે છે. ઉદાર, દયાળુ ગૃહસ્થો આવી સંસ્થામાં દાન આપે છે. આવી સંસ્થાઓમાં, છાત્રાલયોમાં રહેનારાં બાળકો કેટલીક ખરાબ ટેવોથી બચી જાય છે. વ્યસનોથી બચી જાય છે.
કેટલાંક ગામડાઓમાં, શહેરોમાં સામાજિક સ્તર ૫૨ સેવામંડળો, સેવાસંઘો ચાલે છે. તેમની તમામ પ્રવૃત્તિઓ કરુણાપ્રેરિત હોય છે. એ ગરીબ દુઃખી પરિવારોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ ઓછા મૂલ્યથી વિતરિત કરવામાં આવે છે, બજારમાં જે વસ્તુ પાંચ રૂપિયામાં મળતી હોય, તે તે લોકો, ૨ - ૩ રૂપિયામાં આપે છે. જે નુકસાન આવે છે તે આવા દાનવીરો પાસેથી પૂરું કરવામાં આવે છે.
આ વાતો એટલા માટે બતાવી રહ્યો છું કે દુનિયામાં આવી અનુકંપાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ વાતનું તમને જ્ઞાન હોય તો તમે પણ આવી અનુકંપાની પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી શકો. કરુણાપ્રેરિત સત્પ્રવૃત્તિ કરવાની તમને દિશા મળી જાય.
વ્યસનોથી મુક્તિ ઃ
જે રીતે જીવોને દુઃખોથી મુક્ત કરવાની ભાવના કરુણા છે, જીવોને પાપોથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org