________________
૧૮૦
યોગ્યતા જોવી જોઈએ.
કેટલાક માણસો દેખાય છે દુઃખી, પરંતુ વાસ્તવમાં તેઓ દુઃખી હોતા નથી. પોતાની જાતને દુઃખી બતાવીને કરુણાવંત - દયાવંત લોકો સાથે દગાબાજી કરે છે, ગેરલાભ ઉઠાવે છે. આવું થતાં દયાવાન લોકોની દયાભાવના, કરુણાભાવના કોઈ વાર નષ્ટ થઈ જાય છે. એટલા માટે દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરતા રહો. અનુકંપા કરતા રહો :
--
અનુકંપાની પ્રવૃત્તિ પણ વિવેકપૂર્વક કરવાની છે. દુઃખીને રોટલી આપવી, વસ્ત્ર આપવું, આશ્રય આપવો......એ અનુકંપા છે. અનુકંપા-દાન આપવામાં લેનારની યોગ્યતા જોવામાં આવતી નથી. એનો ધર્મ નથી જોવાતો. એની ઉંમર પણ નથી. જોવાતી. ભૂખ્યો છે, બસ, ભોજન આપી દો. તરસ્યો છે, બસ, એને પાણી આપો. નાગો છે, એને વસ્ત્ર આપો. દર્દી છે, એને ઔષધ આપો. માત્ર કરુણાથી આપવાનું છે. નિઃસ્વાર્થ ભાવથી આપવાનું છે. પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા સિવાય આપવાનું છે. દયાભાવથી આપવાનું છે. કેટલાંક વર્ષોથી અનુકંપા-દાન દેશમાં તથા વિદેશમાં વધ્યું છે.
.
શ્રાવક જીવન : ભાગ ૪
ક્યાંક ધરતીકંપ થાય છે, હજારો લોકો બેઘર થઈ જાય છે, એ વાત રેડિયો ઉપર પ્રસારિત થાય છે; ટી.વી. ઉપર તે દુર્ઘટના પ્રત્યક્ષ દેખાડવામાં આવે છે; તો દુનિયાભરમાંથી એ બેઘર બનેલા દુઃખી લોકો માટે ભોજન, વસ્ત્ર, દવા વગેરે જીવનજરૂરિયાતની વસ્તુઓ એકઠી થઈ જાય છે.
ચાંક પૂર આવે છે, બંધ તૂટી જાય છે, અતિવર્ષા થાય છે....હજારો લોકો બેઘર, બેહાલ થઈ જાય છે. રેડિયો અને ટી.વી.ના માધ્યમથી, દૈનિક છાપાઓના માધ્યમથી લોકોને ખબર પડી જાય છે ને તરત જ અનુકંપા-દાનનો પ્રવાહ વહેવા માંડે છે.
રોડ ઉપર અકસ્માત થઈ જાય છે. લોકો ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે. કેટલાક મરી ય જાય છે, તો તેમને તરત જ નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત લોકોને બચાવવાના ઉપાયો કરવામાં આવે છે.
– કેટલાંક ગામોમાં સદાવ્રતો ચાલે છે. દુઃખી, અનાથ, અપંગ ત્યાં જઈને ભોજન કરે છે. પાણી પીએ છે. કેટલાંક ગામોમાં રોજ નહીં તો રજાના દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ, કેટલાંક યુવકમંડળો, કેટલાંક મહિલામંડળો આવી પ્રવૃત્તિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org