________________
પ્રવચન ૮૮
૧૭૧ નથી હોતા. તેઓ બીજા લોકો પાસેથી દેવું કરી પૈસા લે છે. આવા લોકો પણ દુઃખી થાય છે. લગ્ન પછી પરસ્પર સંબંધો વધી જાય છે. એ સંબંધોને નભાવવાની પણ ચિંતા થાય છે. કંઈક આપવા લેવાનું હોય છે. લેણદેણમાં મનદુઃખ થાય છે. આ પણ સંસારનું મોટું દુઃખ છે. લગ્ન પછી સંતાનપ્રાપ્તિની સ્પૃહા હોય છે. જો સંતાન પ્રાપ્ત ન થાય તો દુખ જે સંતાન જોઈએ - છોકરો યા છોકરી - તે ન મળે તો પણ દુઃખ. જેવી સંતતિ જોઈએ તેવી કાળી, ગોરી નથી મળતી તો દુઃખ, અને તે અંધ, અપંગ, બેડોળ પેદા થાય તો પણ દુઃખ - સંતાનો મોટાં થઈને અવિનયી - ઉદ્ધત પાકે તો પણ દુઃખ - નાની ઉંમરે સંતાનોનું મોત થઈ જાય તો ય દુઃખ. આ પ્રકારના દુઃખી જીવો પ્રત્યે ભાવકરુણા જ જોઈએ. આ લોકો શાન્તિ પામો, સ્વસ્થ રહો' એવી કામના કરવાની છે.
જે લોકોને અનુકૂળ ભોગ-સુખ નથી મળતાં, તેઓ પણ દુઃખી હોય છે. કેટલાંક ઉદાહરણો બતાવું છું. - ઘરમાં એવામીઠાઈ હોવા છતાં પણ ‘ડાયાબિટીસ જેવા રોગ થતાં ખાઈ શકાતી
નથીએટલા માટે દુઃખી હોય છે. - સુંદર પત્ની હોવા છતાં ટી. બી. જેવો રોગ થતાં સ્ત્રીથી દૂર રહેવું પડે છે, એટલા.
માટે દુઃખી હોય છે. - પહેરવા માટે સુંદર વસ્ત્રો હોવા છતાં “એલર્જી જેવા રોગો હોવાને લીધે પહેરી
શકાતાં નથી, તેથી દુઃખી હોય છે. - ઘણું ધન હોવા છતાં પણ સરકારના ભયને લીધે માણસ ચિંતાથી ઘેરાયેલો રહે છે. ધનનો ભોગ કરી શકતો નથી. ભય ભોગનો અનુભવ કરવા દેતો નથી, એટલા માટે દુઃખી હોય છે.
આવા લોકો મનમાં અતિશય વ્યથિત રહે છે, વ્યગ્ર રહે છે. આવા લોકો માનસિક રીતે દુઃખી હોય છે. એમના પ્રત્યે પણ ભાવકરુણાની ભાવના રાખવાની
છે.
ભય, રોગ, શત્રુ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ
જ્યાં સુધી જીવ સંસારમાં છે, ત્યાં સુધી વિવિધ પ્રકારનાં દુઃખોથી આક્રાન્ત રહે છે. કોઈ વાર વધારે દુઃખ તો કોઈ વાર ઓછું દુઃખ થાય છે. માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેવો પરિવાર હોય, ગમે તેટલું સુંદર શરીર હોય, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org