________________
પ્રવચન ૮૮
૧૭પ પાસે સુખનાં ગમે તેટલાં સાધનો હોય છતાં તે સુખ-ભોગ કરી શકતો નથી. એ તો બીજાનાં સુખો તરફ જોઈને દુઃખી થતો જાય છે. એ રીતે ક્રોધી, ઈષગ્રિસ્ત લોકોને ઉપદેશ આપીને સુધારવા એ સરળ કામ નથી. એક રીતે તો ક્રોધી માણસ જ્યારે ક્રોધની આગમાં બળતો હોય છે ત્યારે એને ઉપદેશ આપવો જ ન જોઈએ. ક્રોધી માણસ ઉપદેશથી સુધરતો જ નથી. ઈષ જેનો સ્વભાવ છે એ માણસ પણ પ્રાયઃ ઈર્ષા કરવાનું છોડતો નથી. આવા લોકો માટે પણ ભાવકરુણા' જ કરવાની છે. આમ તો આવા લોકો પ્રત્યે નફરત પેદા થાય છે, પરંતુ આપણે નફરત કરવાની નથી, તિરસ્કાર કરવાનો નથી; એ લોકો દયાપાત્ર છે.
સંસારમાં સર્વત્ર નાનામોટા ઝઘડાઓ ચાલતા રહે છે. લોકોને ઝઘડતા જોઈને કોઈ વાર મનમાં વિચાર આવે છે કે ઝઘડો શું માનવીનો સ્વભાવ હશે? શું ઝઘડો કર્યા સિવાય માણસ જીવી નહીં શકતો હોય ? - કોઈ ધન-સંપત્તિ માટે ઝઘડો કરે છે, - કોઈ સ્ત્રીને કારણે ઝઘડો કરે છે, – કોઈ જમીન-મકાન માટે ઝઘડો કરે છે, – કોઈ ધર્મના માધ્યમથી ઝઘડે છે.
કોઈ કોઈ વાર ઝઘડો ઉગ્ર રૂપ ધારણ કરે છે ત્યારે યુદ્ધ શરૂ થઈ જાય છે. વિશ્વના ઈતિહાસમાં જેટલાં યુદ્ધો વાંચીએ છીએ, એ યુદ્ધોના મૂળમાં આ જ કારણો જણાય છે. યુદ્ધ કરનારાઓ, યુદ્ધગ્રસ્ત માનસવાળા લોકો દુખી હોય છે. નાનામોટા ઝઘડા કરનારા લોકો દુઃખી હોય છે. આવા લોકોને કોણ સુખી કરી શકે? જેઓ સ્વયં ખાડો ખોદે છે, તેઓ સ્વયં એ ખાડામાં પડે છે. તેમને બહાર કાઢવા મુશ્કેલ છે. એ તો વધારે ને વધારે ઊંડા ઊતરતા જાય છે. કોઈ ભાગ્યના ઉદયથી બહાર નીકળી જાય તો જુદી વાત છે. અન્યથા એવા લોકો દુઃખના મહાસાગરમાં ડૂબી જાય છે. આવા જીવો પણ કરુણાપાત્ર છે. એમને માટે ચિંતન કરવું કે આ લોકોને સબુદ્ધિ પ્રાપ્ત થાઓ.....કોઈ કોઈનાથી ઝઘડો ન કરે. કોઈ કોઈની સાથે યુદ્ધ ન કરે, સર્વે જીવો પરસ્પર મૈત્રીસંબંધથી જોડાયેલા રહે..એમની મૈત્રી અખંડ રહો.”
જે લોકો ધન-સંપત્તિની સ્પૃહામાં દેશ-વિદેશમાં ફરતા રહે છે. ભટકે છે, તેઓ પણ દુઃખી થાય છે. આ રીતે જોઈએ તો સંપૂર્ણ વિશ્વ ઉદ્વેગ અને આપત્તિથી ઘેરાયેલું છે. શું કરીએ? કોની પાસે જઈને વાત કરીએ? આ જ વાત શાન્તસુધારસ'માં કરવામાં આવી છે : - “વિ : કિં વાપો કૃશતશતૈલુ વિશ્વતિત્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org