________________
શ્રાવક જીવન ભાગ ૪
એટલા માટે એવા જીવો પ્રત્યે ‘કરુણા ભાવના’નું જ ચિંતન કરવાનું છે. નાસ્તિકવાદનું પ્રવર્તન ઃ
કેટલાક લોકો પ્રત્યક્ષરૂપમાં દુઃખી દેખાતા નથી, પરંતુ તેમની કેટલીક અજ્ઞાનતાપૂર્ણ માન્યતાઓ અને એ માન્યતાઓનું પ્રસારણ એ લોકોને પારલૌકિક દુઃખોના સમુદ્રમાં ધકેલી દે છે. આ દુનિયામાં જેમ આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ-નર્ક અને મોક્ષના અસ્તિત્વને માનનારા લોકો છે, એ રીતે જ આ તત્ત્વોનો ઇન્કાર કરનાર લોકો પણ છે. તેઓ કહે છે -
૧૭૬
આત્મા નથી,
પુણ્ય-પાપ નથી,
સ્વર્ગ-નર્ક નથી,
– પુનર્જન્મ નથી,
મોક્ષ નથી.
-
-
‘નાસ્તિ,’ ‘નાસ્તિ’ કરનારાઓ નાસ્તિક કહેવાય છે. એ લોકો આ તત્ત્વોનો નિષેધ કરીને બીજા જીવોને ઉન્માર્ગ ઉપર લઈ જાય છે. ધર્મથી વિમુખ કરે છે. એવા વિદ્વાન્...બુદ્ધિમાન લોકો ભગવાન મહાવીરના સમયમાં પણ હતા, પરંતુ તેમનો મહાન ભાગ્યોદય હતો કે એ વિદ્વાન્ બ્રાહ્મણો ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા અને ભગવાન મહાવીરે તેમની નાસ્તિકતા દૂર કરી. એ ૧૧ બ્રાહ્મણો ભગવાનના શિષ્ય બની ગયા, તેઓ ગણધર બન્યા.
એ ૧૧ બ્રાહ્મણો આમ તો કર્મકાંડી હતા, બહારથી તો આસ્તિક જ દેખાતા હતા, પણ ભીતરથી નાસ્તિક હતા. આત્મા, કર્મ, પુણ્ય, પાપ, મોક્ષ આદિ તત્ત્વોની બાબતમાં શંકાશીલ હતા. ભગવાને તેમની આશંકાઓ દૂર કરી હતી. તેઓ પ્રાજ્ઞ હતા, સરળ હતા, એટલા માટે તેઓ સન્માર્ગ પામી શક્યા. પરંતુ જે લોકો પ્રાજ્ઞ નથી હોતા, જડબુદ્ધિના હોય છે અને સરળ નથી હોતા, વક્ર હોય છે, એમને ગમે તેટલું સમજાવવા છતાં સમજતા જ નથી.
મને આવા કેટલાય અનુભવો થયા છે. આત્માનું અસ્તિત્વ નથી એમ માનનારા, સ્વર્ગ-નર્ક નથી એમ માનનારા, પુણ્યપાપ ન માનનારા, માણસો મારી પાસે આવ્યા છે. મેં તેમને શાસ્ત્રથી, તર્કથી અને મનોવિજ્ઞાનથી સમજાવ્યા, તેઓ નિરુત્તર થઈ ગયા; પરંતુ જેમનામાં પ્રાજ્ઞતા ન હતી, સરળતા ન હતી, તેઓ ન માન્યા. ‘અમે આપને ઉત્તર નથી આપી શકતા પરંતુ આપની વાત માની પણ નથી શકતા,’ એવું બોલીને ચાલ્યા ગયા. જેઓ પ્રાજ્ઞ અને સરળ હતા, તેઓ માની લેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org