________________
૧૭૪
શ્રાવક જીવન : ભાગ ૪ વૃદ્ધાવસ્થામાં જ્યારે સ્ત્રી-પુરુષની પોતાનાં જ સ્વજનો દ્વારા ઉપેક્ષા થાય છે. તિરસ્કાર થાય છે, કષ્ટ આપવામાં આવે છે, ત્યારે વૃદ્ધોને ખૂબ દુઃખ થાય છે. આવા લોકો માટે પણ ભાવકરુણા જ કરવાની છે. વૃદ્ધજનોને શાન્તિ-સમાધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાઓ. ૫. સંસારનું પાંચમું દુખ છે મૃત્યુઃ
મૃત્યુ આવ્યા પહેલાં માનવીને મૃત્યુનો ભય દુઃખી કરી દે છે. આ સંસારમાં મૃત્યુથી બચાવનાર કોઈ નથી. મૃત્યુ સામે માનવી અશરણ છે. શરણ શોધવા માટે પ્રયત્ન કરે છે, અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ તે મૃત્યુથી બચી શકતો નથી. મૃત્યુથી બચવા માટે કોઈ * મંત્રસાધના કરે છે, * વિદ્યાપ્રયોગ કરે છે, * ઔષધ સેવન કરે છે, * રસાયણોનું સેવન કરે છે, છતાં પણ મૃત્યુથી બચી શકાતું નથી. * ભલે દીર્ઘ સમય સુધી પ્રાણાયામ કરીને શ્વાસનિરોધ કરે, * ભલે સમુદ્રને પેલે પાર જઈને રહે, * ભલેને કોઈ પહાડના શિખર ઉપર પહોંચી જાય.......
પરંતુ એક દિવસે આ દેહ યમરાજને આધીન થવાનો જ છે. આ સંસારની નિયતિ છે મૃત્યુ. છતાં પણ જીવવાની સ્પૃહા, મૃત્યુથી માનવીને - જીવને ભયભીત કરે છે. સૌથી મોટું દુઃખ છે મૃત્યુ. આ દુઃખથી આક્રાન્ત જીવો માટે ભાવકરુણા' જ જોઈએ. સંસારના સર્વે જીવો મૃત્યુંજયી બનો, અજર અમર પદ પ્રાપ્ત કરો.' ક્રોધ - ઈષ - લડાઈ - યુદ્ધ :
દુઃખ માત્ર શારીરિક જ નથી હોતાં, માનસિક દુઃખ વધારે હોય છે. મનથી દુઃખી સૌથી વધારે તો ક્રોધી માણસ થાય છે. ક્રોધી માણસ માને યા ન માને, પરંતુ માનસિક રૂપથી સૌથી વધારે દુઃખી થાય છે. સંસારમાં ક્રોધ થવાનાં નિમિત્ત તો અસંખ્ય હોય છે. નિમિત્ત મળતાં મનુષ્ય ક્રોધ કરતો રહે છે. ક્રોધથી દુઃખી બને છે. સુખનાં અનેક સાધનો પાસે હોવા છતાં પણ ક્રોધી માણસ દુઃખ જ અનુભવે
એ રીતે જે લોકોના મનમાં ઈર્ષા થાય છે, બીજાનાં સુખ - વૈભવ - સંપત્તિ - યશ વગેરે જોઈને મનમાં બળતો રહે છે, તેઓ પણ દુઃખી થાય છે. ઈર્ષાગ્રસ્ત માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org