________________
પ્રવચન ૮૭
૧૬૩
તો મનદુઃખ, ફ્લેશ, ઝઘડા ચાલ્યા કરે છે. અને તેથી પણ મનુષ્ય શ્રેષ્ઠ ભોગસુખ પામી શકતો નથી.
૪. પુરુષ અને સ્ત્રીના મનમાં વ્યાકુળતા હોય, વ્યગ્રતા હોય, ચિંતાઓ હોય, તો પણ માણસ ભોગ-સુખ પામતો નથી.
શ્રીપાલનું ઉત્કૃષ્ટ ભોગ-સુખ તેના પૂર્વજન્મની ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાના ફળસ્વરૂપ હતું. શ્રીપાલની ઉત્કૃષ્ટ યશકીર્તિ :
જે રીતે શ્રીપાલનો ભાગ્યોદય ઉત્કૃષ્ટ હતો, એનાથી ભોગ-સુખ ઉત્કૃષ્ટ હતું. તેનો યશ પણ નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતો. ઉજ્જયિનીમાં લગ્ન પછી જ્યારે તે કુષ્ઠરોગથી મુક્ત બન્યો હતો અને શ્રી સિદ્ધચક્રની આરાધના એના જીવનનું અભિન્ન અંગ બની ગઈ હતી, ત્યારથી તેનો યશ ફેલાવા લાગ્યો હતો. વિદેશયાત્રામાં પણ જ્યાં જ્યાં શ્રીપાલ ગયો ત્યાં પણ તેને યશ મળ્યો. કીર્તિ પામ્યો. તેનાં મુખ્ય કારણો આ હતાં :
૧. તે પરાક્રમી હતો, યુદ્ધમાં સર્વત્ર તે વિજયી બનતો.
૨. તેની પાસે કલાઓ હતી, કલાઓમાં તે પારંગત હતો.
૩. તે પરોપકારી હતો. શત્રુ ઉપર પણ તેણે ઉપકાર કર્યા હતા.
આ ત્રણ વાતો જેનામાં હોય છે તે યશસ્વી બને છે; તેની કીર્તિ ચારે તરફ ફેલાય
છે.
શ્રીપાલના ઉત્કૃષ્ટ પરોપકાર ઃ
શ્રીપાલે પોતાના ઉપકારી પ્રત્યે તો પ્રત્યુપકાર કર્યો હતો, એટલું જ નહીં; જેમણે શ્રીપાલની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો, દુર્વ્યવહાર કર્યો હતો, તેમની ઉ૫૨ પણ શ્રીપાલે ઉપકાર કર્યા હતા. આજે તો તમને માત્ર બે જ પ્રસંગો બતાવું છું.
શ્રી સિદ્ધચક્રની આરાધનાથી જ્યારે શ્રીપાલનો કુષ્ઠરોગ મટી ગયો હતો ત્યારે શ્રીપાલે મયણાસુંદરીને કહ્યું હતું ઃ ‘દેવી, જે સિદ્ધચક્રના સ્નાત્રજળથી મારો કુષ્ઠરોગ મટી ગયો, તે સ્નાત્રજળથી મારી પ્રાણરક્ષા કરનારાઓ મારા ઉપકારી એવા ૭૦૦ કુષ્ઠરોગી જેઓ નગરની બહાર રહે છે, તેમનો કુષ્ઠરોગ ન મટી શકે ? જો તેમનો કુષ્ઠરોગ મટી જાય તો મને અત્યંત આનંદ થશે.’
મયણા શ્રીપાલની વાત સાંભળીને હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ અને બંનેએ પેલા ૭૦૦ કુષ્ઠરોગીઓ ઉપર સ્નાત્રજળ છાંટીને તેમનો કુષ્ઠરોગ પણ મટાડી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org