________________
૧૬૨
શ્રાવક જીવન : ભાગ ૪ કુંડનપુરમાં રાજા મકરકેતુની પુત્રી ગુણમંજરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં.
અગિયારમો ભાગ્યોદય કંચનપુરમાં થયો. ત્યાંના રાજા વજસેનની પુત્રી રૈલોક્યસુંદરીએ સ્વયંવરમાં શ્રીપાલને પસંદ કર્યો.
બારમો ભાગ્યોદય થયો “દલપત્તન’ નગરમાં. રાજા ધરાપાલની રાણી ગુણમાલાની પુત્રી શૃંગારસુંદરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં.
તેરમો ભાગ્યોદય કોલ્લાગપુરમાં થયો. રાજા પુરંદરની પુત્રી જયસુંદરી સાથે શ્રીપાલનાં લગ્ન થયાં.
ચૌદમો ભાગ્યોદય સોપારક નગરમાં થયો. ત્યાંના રાજા મહસેને પોતાની પુત્રી તિલકમંજરી શ્રીપાલને પરણાવી. શ્રીપાલે તિલકમંજરીનું સપવિષ ઉતાર્યું હતું.
પંદરમો ભાગ્યોદય ત્યારે થયો કે જ્યારે શ્રીપાલ તેની આઠ પત્નીઓ સાથે, વિશાળ સેના લઈને ઉજ્જયિની પહોંચ્યો. માતા અને મયણાસુંદરીએ ખૂબ પ્રેમથી આઠ પત્નીઓનું સ્વાગત કર્યું. મયણાસુંદરીએ એ આઠે રાજકુમારીઓને પોતાની પ્રિય બહેનોના રૂપમાં સ્વીકારી - આ શ્રીપાલનો શ્રેષ્ઠ ભાગ્યોદય હતો.
પાછળથી શ્રીપાલ પોતાનું પિતૃરાજ્ય પણ પ્રાપ્ત કરી લે છે. આમ તે અનેક પ્રકારના ભાગ્યોદય પામે છે. શ્રેષ્ઠ ભોગ-સુખ :
નવ-નવ સમર્પિત ભાવવાળી પત્નીઓ સાથે શ્રીપાલ દેવલોકના ઈન્દ્ર સમાન દિવ્ય ભોગ-સુખ ભોગવતો હતો. - તેની શારીરિક શક્તિ અપૂર્વ હતી. – સર્વ પત્નીઓનો એકસરખો પ્રેમ હતો. - પત્નીઓમાં પરસ્પર સ્નેહ અને મૈત્રી હતી. - શ્રીપાલ અને સર્વ પત્નીઓ નિશ્ચિત અને નિરાકુલ હતી.
સંસારનાં શ્રેષ્ઠ ભોગ-સુખ માણસ ત્યારે જ ભોગવી શકે કે જ્યારે આ ચાર બાબતો હોય. જો આ ચાર બાબતો ન હોય તો સુખનાં સાધનો પાસે હોવા છતાં મનુષ્ય ભોગ-સુખ ભોગવી શકતો નથી. ૧. શરીર અશક્ત અને રોગી હોય તો મનુષ્ય ભોગ-સુખ પામી શકતો નથી. ૨. પત્નીનો પ્રેમ ન હોય, સમર્પણ ન હોય, તો પણ મનુષ્ય ભોગ-સુખ પ્રાપ્ત કરી
શકતો નથી. ૩. પત્નીના ઘરનાં બીજાં માણસો સાથે પ્રેમ-મૈત્રી ન હોય તો મનમેળ ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org