________________
૧૬૮
શ્રાવક જીવન : ભાગ ૪ જીવનપર્યત ન ભૂલવાની. સાધ્વી યાકિની મહત્તરાનો ઉપકાર તેઓ જિંદગીભર ભૂલ્યા ન હતા. પોતાની ધર્મમાતા’ના રૂપમાં તેઓ તેમને સદૈવ યાદ કરતા હતા. અને ત્રીજી વિશેષતા છે તેમના ધર્મગ્રંથોની. ધર્મ, યોગ, અધ્યાત્મ, દર્શન ઈત્યાદિના વિષયમાં તેમના ગ્રંથોને વિશ્વના મૂર્ધન્ય વિદ્વાનોએ માન્ય કય છે. એવા મહાન કૃતઘર, આચાર્યદિવ પ્રત્યે આપણે પ્રમોદભાવ વ્યક્ત કરીએ. - બીજા છે કલિકાલસર્વજ્ઞ આચાર્યદિવશ્રી હેમચંદ્રસૂરિજી. બાલ્યકાળમાં દીક્ષા લઈને તેમણે અપૂર્વ જ્ઞાનોપાસના કરી હતી. જ્ઞાનસાધના, યોગસાધના અને શાસનપ્રભાવના એમના જીવનની આ ત્રણ પ્રમુખ વિશેષતાઓ હતી.
- તેમણે પોતાના જીવનકાળમાં ૩ કરોડ ૫૦ લાખ સંસ્કૃત પ્રાકૃત શ્લોકોની રચના કરી હતી.
- યોગસાધનાના માધ્યમથી જિનશાસનની ભવ્ય ઉન્નતિ કરી હતી. યોગ દ્વારા તેમણે અનેક ચમત્કારો કર્યા હતા. રાજા કુમારપાળને પ્રતિબોધ આપીને તેને જિનશાસનનો મહાન પ્રભાવક બનાવ્યો હતો. અહિંસાનો ગુજરાત જેવા વિશાળ રાજ્યમાં પ્રસાર કર્યો હતો. કોઈ પણ સાધર્મિકને દુઃખી રહેવા દીધો ન હતો. * ત્રીજા મહાપુરુષ થઈ ગયા ઉપાધ્યાયત્રી યશોવિજયજી, તેઓ પણ નાની ઉંમરે સાધુ બન્યા હતા. કાશીમાં રહીને તેમણે પડ્રદર્શનનો ગહન અભ્યાસ કર્યો હતો. ન્યાયદર્શનમાં તેમણે ૧૦૮ ગ્રંથોની રચના કરી હતી. કાશીના બ્રાહ્મણ વિદ્વાનોએ મળીને યશોવિજયજીને ન્યાયવિશારદ' અને ન્યાયાચાર્યની પદવીઓ આપી હતી. તેમણે ધર્મ, યોગ અને અધ્યાત્મના અનેક ગ્રંથોની રચનાઓ કરી હતી.
તેમના જ સમકાલીન હતા મહાન યોગી આનંદઘનજી. તેમની અનુપમ રચના આનંદઘન ચોવીસી' આજે ઉપલબ્ધ છે. એમના રચેલા ગૂઢ, ગંભીર અને ભાવપૂર્ણ અનેક કાવ્યપદો પણ આજે પ્રાપ્ત થાય છે.
એવા જ એમના બીજા સમકાલીન હતા ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી. જેમણે શાન્તસુધારસ', “લોકપ્રકાશ' જેવા શ્રેષ્ઠ ગ્રંથોની રચના કરી હતી.
આવા વિશિષ્ટ જ્ઞાની, ધ્યાની મહાપુરુષોને સ્મૃતિપથમાં લાવીને એમની સ્તવના કરી, અનુમોદના કરી પરમ આનંદ પ્રાપ્ત કરો. જીવનનું સારતત્ત્વ : શાન્તસુધારસમાં કહેવામાં આવ્યું છે કે :
इति परगुणपरिभावनसारं सफलय सततं निजमवतारम् ॥” આ રીતે બીજાના ગુણોનું સ્મરણ-કીર્તન કરીને એમાં જ આનંદિત થવું અને તેમના ગુણોનું ચિંતન કરવું એમાં જીવનની સફળતા છે; એમાં જ શાન્તિની અનુભૂતિ છે. આ રીતે પ્રમોદભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org