________________
૧૬૬
શ્રાવક જીવન : ભાગ ૪
હતો કે “પિતાજી, હું પણ તમારી સાથે સંસારત્યાગ કરીને ચારિત્રધર્મ અંગીકાર કરીશ.' જટિલ સમસ્યા પેદા થઈ ગઈ હતી.
એ સમયે શ્રીરામે પોતાનું ઉચિત કર્તવ્ય વિચાર્યું. જ્યાં સુધી હું અયોધ્યામાં રહીશ ત્યાં સુધી ભરત રાજ્યનો સ્વીકાર નહીં કરે, અને ત્યાં સુધી પિતાજી દીક્ષા નહીં લઈ શકે. તેમનો આત્મા દુઃખી થશે, એટલા માટે હું જ વનમાં ચાલ્યો જાઉં. મારા ન રહેવાથી ભરતને રાજ્ય સંભાળવું જ પડશે.'
શ્રીરામે અયોધ્યાનો ત્યાગ કર્યો; એમની પાછળ સીતા ચાલી નીકળ્યાં, લક્ષ્મણજી પણ રામની સાથે ચાલ્યા ગયા. ભરતનો રાજ્યાભિષેક થયો...મહારાજ દશરથે દીક્ષા લઈ લીધી.
ઉચિત કર્તવ્યનું પાલન કરવું એ એક શ્રેષ્ઠ કોટિનો ગુણ છે. શ્રીરામ-લક્ષ્મણ અને સીતાને એ ગુણના માધ્યમથી યાદ કરીને તેમના પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કર્યો. સહનશીલતા અને ચંદનબાલાજી :
ઉચિત કર્તવ્યના પાલન જેવો જ એક મહત્ત્વપૂર્ણ ગુણ છે સહનશીલતા. ‘કર્મીનર્જરા’ની દૃષ્ટિથી આ ગુણ શ્રેષ્ઠ છે. જેમાં આ શ્રેષ્ઠ ગુણ હતો એવી સન્નારી મહાસતીને આજ યાદ કરીને તેના પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરીએ છીએ.
ભગવાન મહાવીર સ્વામીના સમયની આ વાત છે. ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી હતી વસુમતી. રાજા શતાનીકે ચંપામાં લૂંટ ચલાવી, રાજા દધિવાહન ભાગી ગયો. રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીનું અપહરણ થયું. અપહરણ કરનાર સુભટે કહ્યું : ‘આ રાણીને હું મારી પત્ની બનાવીશ અને આ છોકરીને કૌશામ્બીના બજારમાં વેચી મારીશ.' આ સાંભળીને રાણી ધારિણીએ આત્મહત્યા કરી લીધી, સુભટે વસુમતીને કૌશામ્બીના બજારમાં વેચી મારી. શ્રેષ્ઠી ધનવાહને કરુણાથી વસુમતીને ખરીદી લીધી. શેઠ તેને પોતાને ઘેર લઈ આવ્યા, પોતાની પત્ની મૂલાને કહ્યું : ‘આને પુત્રીની જેમ રાખવાની છે.’
વસુમતીનાં ચંદન જેવાં શીતળ વચન અને શીલથી પ્રસન્ન થઈને શેઠે વસુમતિનું નામ ‘ચંદના’ રાખ્યું. જ્યારે ચંદના યૌવનમાં આવી તો મૂલા શંકાશીલ બની, ‘કદાચ આ મારી શોક્ય બની જશે.' શેઠ બહારગામ ગયા ત્યારે શેઠાણીએ હજામને બોલાવીને ચંદનાના વાળ કાપી નખાવ્યા. પછી તેના હાથ-પગમાં બેડીઓ નાખી દીધી, તેને ખૂબ મારી અને એક ઓરડામાં પૂરી દીધી.
તે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ઓરડામાં પુરાયેલી રહી. પછી શેઠના આગમન બાદ તેને તેમણે બહાર કાઢી ખાવા માટે બાકળા આપીને તે બેડી તોડનાર લુહારને બોલાવવા માટે ગયા. આ બાજુ સ્વયં ભગવાન મહાવીર ભિક્ષા લેવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org