________________
૧૬૪
શ્રાવક જીવન : ભાગ ૪ આ તો પ્રત્યુપકાર હતો, કૃતજ્ઞતા હતી, પરંતુ જે ધવલશેઠની સાથે શ્રીપાલે વિદેશયાત્રા કરી હતી એ ધવલશેઠે શ્રીપાલ સાથે કેટલો શત્રુતાભર્યો વ્યવહાર કર્યો હતો? તેની ઉપર શ્રીપાલે એક વાર નહીં, અનેક વાર ઉપકાર કર્યા હતા. અપકારી ઉપર ઉપકાર કરવો - ઉત્કૃષ્ટ પરોપકાર કહેવાય છે.
ધવલશેઠે શ્રીપાલની સંપત્તિ અને પત્નીઓને પડાવી લેવા શ્રીપાલને સમુદ્રમાં ધક્કો મારી દીધો હતો. જો કે સિદ્ધચક્રના પ્રભાવથી શ્રીપાલ બચીને સમુદ્રના કિનારે પહોંચી ગયો હતો. ધવલશેઠ ન તો શ્રીપાલની સંપત્તિ પામી શક્યો, ન તો પત્નીઓને સ્પર્શી શક્યો હતો. પાછળથી શ્રીપાલે જ ધવલશેઠને રાજદંડમાંથી બચાવ્યો હતો. અનેક વાર ધવલશેઠની પ્રાણરક્ષા કરી હતી. આ રીતે અનેક પરોપકારોથી શ્રીપાલે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. શ્રેષ્ઠ દાનઃ શ્રેષ્ઠ ઉદારતાઃ
ચાર વિશેષતાઓના માધ્યમથી શ્રીપાલની પ્રમોદપાત્રતા બતાવ્યા પછી હવે શ્રેષ્ઠ દાન આપનાર ઉદારચરિત્ર બે મહાનુભાવોને આજે યાદ કરીશું. એક છે ભામાશાહ, જે સમયે મેવાડના મહારાણા પ્રતાપ દેશની સ્વતંત્રતા માટે મોગલ બાદશાહની સામે લડતાં લડતાં હારી ગયો હતો અને ભયંકર જંગલમાં તેણે આશ્રય લીધો હતો ત્યારે ભામાશાહ મહારાણાની પાસે ગયા હતા. નિરાશહતાશ બનેલા મહારાણાને પુનઃ યુદ્ધ કરીને મેવાડને સ્વતંત્ર કરવાની પ્રાર્થના કરી. મારી સમગ્ર સંપત્તિ હું આપના ચરણોમાં સમર્પિત કરું છું, આપ સૈન્ય તૈયાર કરો અને શસ્ત્ર અશ્વો વગેરે પ્રાપ્ત કરો.” રાણા પ્રતાપ ઉત્સાહિત થયા અને પ્રેમથી ભામાશાહને ભેટ્યા. પછી હજારો સૈનિકો તૈયાર કર્યો...વિશાળ સેનાની સાથે મોગલ સામ્રાજ્યથી ટકરાયા હતા. ભામાશાહની ઉદારતા, સામાન્ય ન હતી. નિઃસ્વાર્થ ભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.
આ રીતે કચ્છ પ્રદેશના શાહ સોદાગર જગડૂશાહે જ્યારે દેશમાં દુકાળ પડ્યો હતો ત્યારે સંઘરેલા અનેક ધાન્યભંડારોમાંથી અવિરત દાનનો પ્રવાહ વહાવ્યો હતો. દિલ્લીના બાદશાહને પણ જેટલું જોઈએ એટલું અનાજ આપ્યું હતું. દેશની પ્રજા પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાથી પ્રેરાઈને તેમણે દાન આપ્યું હતું. આ ઐતિહાસિક ભવ્ય ઘટના બની ગઈ હતી. એમના જીવનની અનેક ઘટનાઓ પ્રમોદપાત્ર છે. સ્તવન કરવા યોગ્ય છે, અનુમોદના કરવા યોગ્ય છે.
આવા મહાનુભાવોનાં જીવનચરિત્રો વાંચવાં જોઈએ, એનાથી પ્રમોદભાવના વૃદ્ધિ પામે છે, અને આવાં ચરિત્રોમાંથી સારી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org