________________
૧૬૦
શ્રાવક જીવનઃ ભાગ ૪ ૪. ચોથી વાત છે દાનની ઉદારતાની. તમારા કરતાં જેઓ વધારે દાન આપતા
હોય, જેઓ વધારે ઉદાર હોય તેમની તમે પ્રશંસા કરી, અનુમોદના કરો. પ. પાંચમી વાત છે નિર્વિકારીતાની. જે સ્ત્રીપુરુષો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે,
તેમની પ્રશંસા, અનુમોદના કરો. ૬. છઠ્ઠી વાત છે પરોપકારની. જે લોકો પરોપકાર પરાયણ હોય છે તેમની તમે
પ્રશંસા-અનુમોદના કરો. ૭. સાતમી વાત છે ઔચિત્યપાલનની. જે લોકો સ્વાર્થનો ત્યાગ કરીને
ઔચિત્યપાલન કરવામાં તત્પર હોય છે, તેમની તમે પ્રશંસા કરો. આઠમી વાત છે સહનશીલતાની. જે લોકો તમારા કરતાં વધારે સહનશીલ
છે. તેમની તમે પ્રશંસા કરો, અનુમોદના કરો. ૯. નવી વાત છે શીલ-સદાચારની. જે લોકો શીલવાન છે, સદાચારી છે, તેમની - તમે પ્રશંસા કરો, અનુમોદના કરો. ૧૦. દશમી વાત છે જ્ઞાનની. જે લોકો તમારા કરતાં વધારે જ્ઞાની છે, તેમની તમે
પ્રશંસા કરો, અનુમોદના કરો. ૧૧. અગિયારમી વાત છે યોગની. જે મહાપુરુષો યોગી છે, તે યોગી મહાપુરુષોના
ગુણોની સ્તવના કરો. હવે તમારે વિચારવાનું કે તમારા પરિવારમાં, સ્નેહી સ્વજનોમાં.... સમાજમાં.. નગરમાં એવાં સ્ત્રીપુરુષો કોણ કોણ છે? શ્રીપાલનું ઉત્કૃષ્ટ ભાગ્યઃ
સૌપ્રથમ આપણે ઉત્કૃષ્ટ ભાગ્યવાળા મહાનુભાવને યાદ કરીને તેની અનુમોદના કરીએ. “ઉત્કૃષ્ટ ભાગ્ય’નો અર્થ છે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. “શ્રીપાલમયણાસુંદરીચરિત્રમાં જે શ્રીપાલનું ચરિત્ર વાંચવા મળે છે તે ઉત્કૃષ્ટ ભાગ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેનો ભાગ્યોદય સૌથી પ્રથમ ઉજ્જયિની નગરીમાં થયો. તેનાં લગ્ન મયણાસુંદરી જેવી ગુણવતી - રૂપવતી - શીલવતી રાજકુમારી સાથે થયાં, જો કે શ્રીપાલ કુષ્ઠરોગી હતો. કુષ્ઠરોગે તેના રૂપ-લાવણ્યને ગ્રસિત કરી દીધાં હતાં. અકસ્માત જ તેનો ભાગ્યોદય થયો. રાજકુમારી સાથે લગ્ન થઈ ગયું.
બીજો ભાગ્યોદય હતો મયણાસુંદરી દ્વારા મહાન ગુરુ મુનિચંદ્રસૂરિજીનો સંયોગ મળવો. ગુરુદેવની પરમ કૃપા થઈ.શ્રીપાલનો કુષ્ઠરોગ દૂર કરવાનો ઉપાય મળી ગયો. શ્રી સિદ્ધચક્રજીની આરાધના-ઉપાસના મળી. મયણા અને શ્રીપાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org