________________
૧૫૮
શ્રાવક જીવન : ભાગ ૪ અને બંને પગ લૂછીને ગટરમાં ફેંકી દીધા. મુનિરાજ ચિત્કારી ઊઠ્યા, “અરે....તે આ શું કર્યું? લાખ રૂપિયાની રત્નકંબલ ગટરમાં નાખી દીધી?
કોશાએ કહ્યું: “મુનિરાજ, આપ શું કરી રહ્યા છો? આપના ગુરુદેવે આપેલાં ત્રણ રત્નો - દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગટરમાં નાખી રહ્યા છો ને? ચાતુર્માસમાં આપ નેપાળ જઈ આવ્યા......હવે મારા સંગમાં આપને રંગરાગ ખેલવા છે ? મુનિરાજ, આ નરકમાં જવાનો રસ્તો છે. આપ પાછા જાઓ ગુરુદેવની પાસે. અહીં આપનું કામ નથી, એ તો એક જ સ્થૂલભદ્રજી છે કે જે કામદેવના ઘરમાં રહીને નિર્વિકાર રહ્યા, કામવિજેતા બન્યા.”
સિંહગુફાવાસી મુનિ લજ્જિત થઈ ગયા, ભાનમાં આવ્યા, સ્વસ્થ થયા;મનમાંથી ઈષ ચાલી ગઈ. કોશાનો ઉપકાર માનીને તે ચાલ્યા ગયા.
ઈષનો ત્યાગ કરો, ત્યાર પછી જ પ્રમોદભાવના દયમાં ઊભરાશે. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org