________________
૧૫૬
શ્રાવક જીવન : ભાગ ૪
છે કે ઈર્ષા? – જો પ્રેમ હશે તો તેમની પ્રશંસા કરશો અને સાંભળશો. – જો પ્રેમ હશે તો એના દોષ જોશો નહીં. કદાચ જોશો તો પણ મહત્ત્વ નહીં આપો.
બીજાંની સમક્ષ દોષાનુવાદ નહીં કરો. – ઈષ હશે તો તમે એ વ્યક્તિની પ્રશંસા નહીં કરો, પ્રશંસા નહીં સાંભળો. તેની નિંદા કરશો, તેના પ્રત્યે તમારા દયમાં દ્વેષ રહેશે. તેને નીચે પાડવાનો પ્રયત્ન કરશો. ઈષથિી સિંહગુફાવાસી મુનિનું પતન?
તમે પર્યુષણાપર્વના દિવસોમાં જો “Wવીરાવલી’નું વ્યાખ્યાન સાંભળ્યું હશે તો સિંહગુફાવાસી મુનિની કથા સાંભળી હશે, ઈષથી એ મહાતપસ્વી મુનિનું કેવું પતન થયું હતું, એ પ્રસંગ તમને સંક્ષેપમાં બતાવું છું. - ગુરુદેવશ્રી સંભૂતિવિજયજીની આજ્ઞા લઈને કેટલાક વિશિષ્ટ સાધક મુનિઓ અલગ અલગ જગાએ ચાતુર્માસ કરવા ગયા હતા. - સ્થૂલભદ્રજી કોશ્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા હતા. – બીજા મુનિ સિંહગુફાના દ્વાર પર ચાતુમસ કરવા ગયા હતા. - ત્રીજા મુનિ કૂવાના કિનારા ઉપર ચાતુમસ કરવા ગયા હતા.
આ રીતે ભિન્ન ભિન્ન સ્થાનોમાં મુનિવરો ચાતુર્માસ કરવા ગયા હતા. જ્યારે તેઓ ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરુદેવની પાસે આવ્યા તો સિંહગુફાવાસી મુનિને ગુરુદેવે કહ્યું: “વત્સ, તંદુષ્કર સાધના કરી, ચાર ચાર માસ ઉપવાસ કરીને સિંહની ગુફાના દ્વાર પર નિર્ભય બનીને ધ્યાનસ્થ રહ્યો.”
એ રીતે કૂવાના કિનારા ઉપર ચાતુર્માસ કરીને આવેલા મુનિને પણ ગુરુદેવે કહ્યુંઃ 'તેં પણ દુષ્કર સાધના કરી. છેવટે સ્થૂલભદ્રજી આવ્યા, ગુરુદેવે ઊભા થઈને તેને ભેટીને કહ્યું “વત્સ, તે દુષ્કર...દુષ્કર, દુષ્કર સાધના કરી; કાજળની કોટડીમાં રહેવા છતાં પણ તે અંગ ઉપર એક પણ દાગ લાગવા ન દીધો.' ગુરુદેવે સ્થૂલભદ્રની ખૂબ પ્રશંસા કરી. સિંહગુફાવાસી મુનિ પોતાના મનમાં બળવા લાગ્યા. સ્થૂલભદ્રજી પ્રત્યે તેમના મનમાં ઈષભાવ પેદા થયો. તે વિચારવા લાગ્યા.
સ્થૂલભદ્ર મહામંત્રીનો પુત્ર છે એટલા માટે ગુરુદેવને એના પ્રત્યે પક્ષપાત હોવો સ્વાભાવિક છે. બીજી વાત, તે કોશાને ત્યાં ષડરસનું ભોજન કરતો હતો. તેણે કોઈ તપ કર્યું ન હતું.....છતાં પણ ગુરુદેવે અમારા કરતાં એની વધારે પ્રશંસા કરી, કઈ મોટી સાધના કરી? કઈ મોટી સિદ્ધિ એણે પ્રાપ્ત કરી? કોશાને ત્યાં તો હું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org