________________
પ્રવચન : ૮૭
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના બાહ્ય અને આંતરિક આચારવિચારોની વિસ્તૃત સંહિતા પ્રસ્તુત કરી છે.
ઃ
અધ્યાયનું અંતિમ સૂત્ર છે :
"सत्त्वादिषु मैत्र्यादियोगः ।"
જીવનસૃષ્ટિ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા - આ ચાર ભાવનાઓ ચાર પ્રકારના વિચાર જ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપણે મૈત્રીભાવના પછી ‘પ્રમોદભાવના’નું વિવેચન કરી રહ્યા છીએ. કાલ તો વિશેષરૂપે પ્રમોદભાવનાની દુશ્મન ‘ઈર્ષા’નાં કટુ ફળ બતાવ્યાં હતાં. ઈર્ષા પ્રમોદભાવનાની અવરોધક છે. ઠીક છે, આપણે પંચપરમેષ્ઠી ભગવંતોના ગુણો અને પુણ્યની તો સ્તવના કરીએ છીએ. એ રીતે ભૂતકાલીન મહાપુરુષોના અને મહાસતીઓના ગુણ અને પુણ્યની પણ અનુમોદના...સ્તવના અને સ્મરણ કરીએ છીએ. પરંતુ જે લોકો આપણી આસપાસ છે........એ લોકોમાં આપણા કરતાં વધારે ગુણો હોય છે. આપણા કરતાં વધારે પુણ્યશાલી અને સુખી હોય છે. તેમની પ્રશંસા, તેમની અનુમોદના કરવી સરળ . નથી, મુશ્કેલ કામ છે અને આપણે મુશ્કેલ કામ જ સરળ બનાવવાનું છે.
આંતરિક નિર્ણય કરી લો, આત્મસાક્ષીએ નિર્ણય કરી લો કે મારે મારાથી વધારે ગુણવાન લોકો છે, અધિક સુખી લોકો છે તેમની ઈર્ષા તો કરવી જ નથી. હું તેમના ગુણોની પ્રશંસા જ કરીશ. તેમનું સુખ જોઈને આનંદિત થઈશ.
હું અહીં તમને ૧૧ વાતો જણાવું છું. એ વાતોને આધારે તમારે બીજાં પ્રત્યે પ્રમોદભાવ પ્રદર્શિત કરવાનો છે. પાછળથી આ ૧૧ વાતો અંગે ભૂતકાલીન કેટલીક વિભૂતિઓની વિશિષ્ટ ઘટનાઓ પણ બતાવીશ.
૧. પ્રથમ વાત છે ઉત્કૃષ્ટ ભાગ્યની. તમારાથી જેઓ વધારે ભાગ્યશાળી હોય, તેમની તમે પ્રશંસા કરો.
૨. બીજી વાત છે યશ અને કીર્તિની. તમારા કરતાં જેમનો યશ વધારે હોય, વધારે કીર્તિ હોય, તેમની તમે પ્રશંસા કરો.
૩. ત્રીજી વાત છે ભોગ-ઉપભોગની. જેમની પાસે તમારા કરતાં ભોગઉપભોગનાં સાધનો વધારે હોય, તેમને જોઈને તમે આનંદિત થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org