________________
૧૫૭
પ્રવચન ૮૬ ચાતુમસ કરી શકું છું..આગામી ચાતુમસ હું કોશાને ત્યાં કરીશ.”
જ્યારે બીજું ચાતુમસ કરવાનો સમય આવ્યો ત્યારે સિંહગુફાવાસી મુનિએ ગુરુદેવને કહ્યું: “હું કોશાને ત્યાં ચાતુમસિ કરીશ.” ગુરુદેવ સમજી ગયા - “આ સ્થૂલભદ્રની સ્પર્ધા કરવા માગે છે. ગુરુદેવે કહ્યું : “વત્સ, કોશાને ત્યાં ચાતુર્માસ તો શું એક દિવસ પણ રહેવું અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. એક માત્ર સ્થૂલભદ્ર કરી શકે છે, તારું કામ નથી, મારું પણ કામ નથી, કામદેવના ઘરમાં રહીને કામવિજેતા બનવું અતિદુષ્કર કાર્ય છે.” .
ગુરુદેવે સમજાવ્યું પરંતુ તે મુનિ ન સમજ્યા. ગુરુદેવે કહી દીધું “નહીં સુવરવું દેવાનુપ્રિયા | ‘તને સુખ થાય તેમ કર... સિંહગુફાવાસી મુનિ ગયા કોશાને
ઘરના દ્વારે ઊભા રહીને “ધર્મલાભનો અવાજ કર્યો. કોશા શ્રાવિકા બની હતી. શ્રાવિકાની સંયમી વેશભૂષામાં તે રહેતી હતી, “ધર્મલાભ’નો અવાજ સાંભળીને તે દ્વાર ઉપર આવી. મુનિરાજને જોયા, મુનિરાજે કોશાને જોઈ.
કોશાને પૂછ્યું: “મુનિરાજ, આજ્ઞા કરો. આપની શું સેવા કરું ?” મુનિરાજે કહ્યું: “મારે તારે ત્યાં ચાતુમસ કરવું છે.'
કોશા મુનિરાજની વાત સાંભળીને તરત જ સમજી ગઈ, કે આ મુનિ સ્થૂલભદ્રની ઈષથી પ્રેરિત થઈને તેમનું અનુકરણ કરવા આવ્યા છે. આમે ય મને એ રીતે જોઈ રહ્યા છે કે તે કામવિકારથી પરવશ બની ગયા છે. એમને બુદ્ધિપૂર્વક સમજાવવા પડશે.
કોશાએ મુખ પર સ્મિત લાવીને કહ્યું: ‘મહારાજ, આ તો વેશ્યાનું ઘર છે. અહીં રહેવા માટે તો રૂપિયા જોઈએ, છે તમારી પાસે રૂપિયા?” “ના મારી પાસે રૂપિયા તો નથી.'
તો પછી આપ નેપાળ જાઓ, નેપાળનો રાજા સાધુઓને રત્નકંબલ ભેટ આપે છે, એ લઈને આવો. તો પછી આપ મારે ત્યાં રહી શકશો.”
સિંહગુફાવાસી મુનિ કામવશ બની ગયા હતા. કોશાના રૂપમાં મુગ્ધ બની ગયા હતા. કોશાનો સંગ પામવાની તીવ્ર ઈચ્છાથી પ્રેરિત થઈને તેઓ નેપાળ ગયા. પગે ચાલીને -વિહાર કરીને ગયા. રત્નકંબલ લઈને આવ્યા. કોશાના આવાસે પહોંચ્યા.
કોશાને કહ્યું: ‘લે, હું રત્નકંબલ લઈને આવ્યો છું. હવે તો મને તારા આવાસમાં રહેવા દઈશ?'
કોશાએ કહ્યુંઃ લાવો રત્નકંબલ,’ રત્નકંબલ લઈને કોશાએ બે ટુકડા કરી નાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org