________________
પ્રવચન ૮૩
૧૨૩
દાક્ષિણ્ય ગુણવાળો મનુષ્ય પોતાનો સ્વાર્થ જોશે જ નહીં; પરોપકારની, સેવાની ભાવનાથી જ માત્ર બીજાંનાં કામ કરશે. આવા દાક્ષિણ્ય ગુણવાળા માણસો દુનિયામાં મહાન થઈ ગયા. સર્વજનપ્રિય બની ગયા. કદી પરોપકાર કરવા મન માનતું ન હોય તો મનને સમજાવીને પણ પરોપકારનું કાર્ય કરતા રહેવું જોઈએ. આ રીતે પરોપકાર કરતા રહેવાથી રસ જાગ્રત થશે. પછી પરોપકારની પ્રવૃત્તિ સ્વાભાવિક બની જશે.
આ ગુણને સિદ્ધ કરવા માટે તમારે ગંભીર બનવું પડશે. ધીર અને સ્થિર બનવું પડશે. બીજા લોકોના ગુણદોષ સાંભળવા છતાં - જાણવા છતાં પણ બોલવાનું નથી, ગુણોની ઉપબૃહણા કરવી એ છે ગંભીરતા. જેનો દોષ તમે જાણતા હો તેનું જ કામ કરવાનો પ્રસંગ આવે એ સમયે ‘આ વ્યક્તિ લાયક નથી. યોગ્ય નથી. એટલા માટે હું એનું કામ નહીં કરું’ એવો વિચાર ગંભીર માણસ નહીં કરે. ગંભીરતા નહીં હોય તો તેનું કામ નહીં કરે. ગંભીર મનુષ્ય દરેક ગંભીર વાતનો ઊંડાણથી વિચાર કરશે. બીજા લોકોની રહસ્યપૂર્ણ વાત, મોટો દોષ જાણવા છતાં પણ તે જાહેર નહીં કરે.
દાક્ષિણ્ય ગુણને ટકાવવા માટે બીજો ગુણ છે ધીરતા. આપત્તિ આવતાં, પ્રતિકૂળતા આવતાં, કંઈ પણ અપ્રિય બની જતાં ચંચળ ન બનવું, વ્યાકુળ ન બનવું, પરંતુ સમતાથી સહન કરી લેવું ધીરતા છે. અધીર બનવું નહીં. અધીર, ચંચળ શા માટે થવું ?
જે થવાનું હતું તે થઈ ગયું. થવાનું હોય છે તે થઈને રહે છે, કોઈ એને મિથ્યા કરી શકતું નથી. એટલા માટે શાન્તિ રાખવી. એમાં ય જે આપણા ઉપકારી લોકો હોય છે, ગુણવાન પુરુષો હોય છે, તેમની તરફથી કદી કોઈ અપ્રિય બને, પ્રતિકૂળ બને તે સમયે તેમના પ્રત્યે રોષ ન કરવો. ધીરજ ધરવાની હોય છે. ત્યારે જ તેમના તરફનો દાક્ષિણ્યભાવ અખંડ રહેશે. નહીંતર દાક્ષિણ્યનો ભાવ નષ્ટ થઈ જશે.
દાક્ષિણ્ય ગુણને દૃઢ કરવા માટે ત્રીજો ગુણ છે સ્થિરતા. ગાંભીર્ય અને ધૈર્યની સાથે સાથે સ્વૈર્ય ગુણ પણ જરૂરી છે. આપણા કર્તવ્ય ઉપર સ્થિર રહેવાનું છે. આપણા ગુણોની સ્થિરતા રાખવાની છે. આપણી સત્પ્રવૃત્તિઓમાં ય સ્થિર રહેવાનું
છે.
જે કાર્ય આપણે પ્રારંભ્યું; આપણા મનને એમાં જોડી દેવું - મનનો ઉપયોગ એમાં જ રાખવાનો છે.
આપણે માથે જે જવાબદારી હોય, આપણું સ્થાન-‘સ્ટેટસ’ જે હોય, એને અનુરૂપ વ્યવહા૨ ક૨વો, મર્યાદાનું પાલન કરવું, અને કર્તવ્યો નભાવવાં. બનવાજોગ છે કે આપણી ઇચ્છાથી વિરુદ્ધ બાબત બની ગઈ, તે સમયે તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org