________________
૧૪૬
શ્રાવક જીવન : ભાગ ૪ જે વીતરાગ-સર્વજ્ઞ ભગવંતનાં વચનો હશે, જિનાગમોનાં વચનો હશે. જિનવચનોને અનુરૂપ જે કંઈ ઉપદેશ હશે, તે મનુષ્યને ઉપશાન્ત કરનારાં જ હશે. શત્રુતાની ભાવનાને દૂર કરનારાં જ હશે. દ્વેષ..રોષ..શત્રુતા જગાડનારો ઉપદેશ પાપ-ઉપદેશ હોય છે, એવો ઉપદેશ ન સાંભળવો. કોઈ પણ રીતે, કોઈ પણ જીવ પ્રત્યે આપણા દ્ધયમાં દ્રષ...રોષ...ક્રોધ પેદા કરનાર ઉપદેશ કદીય ન સાંભળવો. ભલેને ઉપદેશ આપનાર સાધુના વેશમાં હોય.સંન્યાસીના વેશમાં હોય.
કેટલાંક વર્ષોથી ધર્મના ઉપદેશની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. જિનવચનોના ઉપદેશને બદલે પોતાના જ વિકૃત વિચારોનો ઉપદેશ આપવા લાગ્યા છે મોટા ભાગના ઉપદેશકો. આવા ઉપદેશકોનો ઉપદેશ સાંભળીને શ્રોતાગણ અંતર્મુખ નથી બનતો, બહિર્મુખ બને છે. શ્રોતાજનો પોતાના દોષ-દુર્ગુણ જોતા નથી. બીજાંના જ દિોષ-દુર્ગુણ જુએ છે. પરિણામસ્વરૂપ એ લોકો પાપકર્મનું જ ઉપાર્જન કરે છે, એટલા માટે તમે લોકો સાવધાન રહેજો. જ્યાં ઉપદેશ સાંભળીને આત્મામાં શાન્તિ, સમતા અને પ્રસન્નતાનો અનુભવ ન થાય ત્યાં જવું જ નહીં, ઉપદેશ સાંભળવી જ નહીં. | ડૉકુટર ગમે તેટલો પ્રસિદ્ધ હોય, પરંતુ તેની દવાથી આપણો રોગ મટતો ન હોય, ઉપરથી વધતો હોય તો તેની દવા શા માટે લેવી? દવા લેવાનું બંધ કરી દો છો ને? એ રીતે ઉપદેશક - ધર્મનો ઉપદેશક ગમે તેટલો પ્રસિદ્ધ હોય, પરંતુ એના ઉપદેશથી આપણા રાગદ્વેષ દૂર ન થતા હોય, શત્રુતા, વેરભાવ... ક્રોધ....રોષ વગેરે દોષ દૂર ન થતા હોય...તો એવો ઉપદેશ ન સાંભળવો જોઈએ. ઉપદેશ સાંભળવાથી જીવો પ્રત્યે શત્રુતાની ભાવના પેદા થતી હોય તો એવો ઉપદેશ ન સાંભળવો જોઈએ.
જે ધર્મગ્રંથો છે, યોગગ્રંથો છે, અધ્યાત્મગ્રંથો છે, એ ગ્રંથોનો ઉપદેશ કોઈ પણ પ્રકારની મિલાવટ વગર મળતો હોય તો જ ઉપદેશ સાંભળવો. ધર્મોપદેશ સાંભળવાથી મૈત્રીભાવ વધે છે, ઉપશમભાવ વધે છે. કોઈની સાથે શત્રુતા બંધાઈ ગઈ હોય તો શત્રુતા દૂર થઈ જાય છે, ક્ષમાભાવ ઉત્પન્ન થાય છે.
અથવા બીજો ઉપાય છે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો. શાન્ત સુધારસ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ યોગશાસ્ત્ર, યોગસાર, યોગબિંદુ યોગદ્ગષ્ટિ, યોગશતક, પંચાશક, પ્રશમરતિ, ઉત્તરાધ્યયનસૂત્ર...વગેરે ધર્મગ્રંથોનું અધ્યયનસ્વાધ્યાય કરવાથી શાન્તિ, સમતા, સમાધિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. જિનવચનોનો આ વિશિષ્ટ પ્રભાવ છે. એટલા માટે જિનવચનોનું શ્રવણ, સ્વાધ્યાય, ચિંતન કરવાનું કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org