________________
૧૫૨
શ્રાવક જીવન : ભાગ ૪
જમીન પર પડતાં જ કુંભના ટુકડા થઈ ગયા, તેલ ઢળી ગયું - સુલસા ત્યાં ઘડીભર ઊભી રહી, પરંતુ ખિન્ન ન થઈ. તેણે મુનિરાજને કહ્યું ઃ ‘હું બીજો કુંભ લઈને આવું છું. આપ ચિંતા ન કરો.’
સુલસા બીજો કુંભ લઈને આવી, પરંતુ દેવે ફરીથી પોતાની શક્તિથી કુંભને જમીન ઉપર પાડી દીધો. કુંભ ફૂટી ગયો; તેલ જમીન ઉપર ફેલાઈ ગયું. સુલસાને આશ્ચર્ય થયું : ‘આજ કેમ મારા હાથોમાંથી કુંભ જમીન ઉપર પડી જાય છે ?’ તેણે મુનિરાજને કહ્યું : ‘મહાત્મન્ ! આપ ચિંતા ન કરો, હજુ મારી પાસે એક કુંભ બચ્યો છે. એ લાવીને હું આપને આપું છું.'
સુલસા ત્રીજો કુંભ લઈને આવે છે. દેવે એને પણ દિવ્યશક્તિ દ્વારા પાડી નાખ્યો...કુંભ ફૂટી ગયો. હવે સુલસાનું મન વ્યથિત થઈ ગયું. તે બોલી : ‘હું કેવી દુર્ભાગી છું કે મુનિરાજની સેવાનો લાભ મને ન મળ્યો....’
મુનિવેશધારી દેવ સુલસાના મનોભાવોને માપી રહ્યો હતો, લાખ લાખ રૂપિયાના મૂલ્યના ત્રણ ત્રણ કુંભ ફૂટી જવા છતાં સુલસાના મનમાં એ દુઃખ ન હતું કે “મારા ત્રણ લાખ રૂપિયાના ત્રણ તેલકુંભ ફૂટી ગયા.’ તેને તો દુઃખ હતું સાધુસેવાનો લાભ ન મળ્યાનું. દેવ સુલસા ઉપર પ્રસન્ન થયો, તેણે પોતાનું દેવરૂપ પ્રકટ કર્યું, અને સુલસાને કહ્યું : ‘હે ભદ્રે, સૌધર્મ દેવલોકની સભામાં ઇન્દ્રે તારી પ્રશંસા કરી હતી, તારા ગુણોની અનુમોદના કરી હતી, એ સાંભળીને હું તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. હું સંતુષ્ટ થયો છું. હે ભદ્રે, તું મારી પાસે કશુંક માગ, દેવનું દર્શન નિષ્ફળ ન જવું જોઈએ.'
સુલસાએ કહ્યું : ‘હે દેવ, જો આપ સંતુષ્ટ થયા હો તો મારે પુત્રપ્રાપ્તિ થવી જોઈએ; કારણ કે હું નિઃસંતાન છું, બીજું કશું મારે ન જોઈએ.’ દેવે એ સમયે સુલસાને ૩૨ ગુટિકાઓ આપી અને કહ્યું : તારે એક એક ગુટિકા ખાવી, તને ૩૨ પુત્રોની પ્રાપ્તિ થશે. અને જ્યારે કોઈ પ્રયોજન હોય ત્યારે મને યાદ કરજે, હું તારી સામે હાજર થઈશ.' આટલું કહીને દેવ અદૃશ્ય થઈ ગયો.
પછી સુલસાને ૩૨ પુત્રો થયા. વાર્તા લાંબી છે. મારે તો તમને એટલું જ જણાવવું હતું કે ઇન્દ્ર જેવા ઇન્દ્રે પણ એક ગુણવાન શ્રાવિકાના ગુણની પ્રશંસા કરી હતી. આ ઇન્દ્રની પ્રમોદભાવના હતી. માટે ગુણવાનોની ઈર્ષા ન કરવી.
ન
આપણે બીજાના ગુણો જ જોવાના છે અને ગુણો પ્રત્યે જ પ્રેમ કરવાનો છે. કોઈના ય પ્રત્યે ઈર્ષા કરવાની નથી. બીજાંનો શ્રેષ્ઠ ભાગ્યોદય જોઈને, કોઈની પ્રશંસા સાંભળીને, યશકીર્તિ સાંભળીને ઈર્ષાથી બળવાનું નથી.
૧૮મી શતાબ્દીના એક પાશ્ચાત્ય તત્ત્વચિંતક 'જિન જેમ્સ રુસો' એ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org