________________
પ્રવચન ૮૬
૧૫૧ આપ કઈ ચિંતામાં વ્યથિત છો? મને પણ ચિંતાનો અડધો ભાગ આપો.” નાગે કહ્યુંઃ દેવી, હું નિઃસંતાન છું, પુત્ર યા પુત્રીની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ મારી ઇચ્છા પૂર્ણ થતી નથી. બસ, આ જ એક ચિંતા છે.'
સુલતાએ કહ્યું: “નાથ, આપ બીજાં લગ્ન કરી લો. અનેક કન્યાઓ સાથે લગ્ન કરો. શું એકેય કન્યા સંતાન આપનારી નહીં બને? અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.”
નાગે કહ્યું પ્રિયે, આ જન્મમાં, આ જીવનમાં તું જ મારી પત્ની છે, અને રહીશ. હું બીજી પત્ની કરવાનો નથી. હે પ્રિયદર્શના, હું તારી પાસેથી જ પુત્રની કામના કરું છું. એ પુત્ર આપણા માટે પ્રીતિનું ભાજન બની રહેશે. હે પ્રિયે, તું જ મારો પ્રાણ છે, મારું શરીર, મારો મિત્ર, મારું સર્વસ્વ છે. દેવી, કંઈક દેવઅર્ચના..દેવમાન્યતા વગેરે ઉપાયો કરતી રહે.'
સુલતાએ કહ્યું: “મારા નાથ, હું બીજા દેવોની પૂજાઅર્ચના શા માટે કરું? હું તો શ્રી અરિહંત પરમાત્માની જ આરાધના કરીશ. એમની આરાધનાથી સર્વ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અરિહંત જ કલ્પવૃક્ષ છે, કામઘટ અને કામધેનુ
સુલતાએ આયંબિલ ઉપાસના વગેરે તપશ્ચય શરૂ કરી. આમ તો તુલસા જન્મથી જ પવિત્ર નારી હતી, તપથી તે વિશેષ રૂપે પવિત્ર થવા લાગી. તે સાચા મોતીનાં આભૂષણો પહેરવા લાગી. વીતરાગ પરમાત્માની પૂજા-સેવા-ભક્તિસ્તવના કરવા લાગી. બ્રહ્મચર્યનું પાલન કરવા લાગી. જો કે નાગની વ્યથાથી તે પણ વ્યથિત થઈ હતી. છતાં પણ પોતાના મનને સમાધિમાં રાખતી હતી.
એ સમયે સૌધર્મ દેવલોકનો દેવ સાધુનું રૂપ ધારણ કરીને સુલતાના શ્રાવિકાપણાની પરીક્ષા લેવા માટે સુલતાને ત્યાં આવ્યો. એ સમયે તુલસા પોતાના ગૃહમંદિરમાં દેવપૂજા કરતી હતી. દેવ નિસિહી' બોલતો ગૃહમંદિરમાં પ્રવેશ કરે છે. સુલસાએ સાધુ મુનિરાજને વંદના કરી, ગૃહમંદિરમાંથી બહાર આવીને સુલતાએ વિનયપૂર્વક સાધુને આગમનનું પ્રયોજન પૂછ્યું. સાધુએ કહ્યું: “અમારો એક સાધુ ગ્લાન છે. તેને માટે લક્ષપાક તેલ જોઈએ છે. એક વૈદ્ય કહ્યું કે તારી પાસે લક્ષપાક તેલ છે, એ લેવા માટે હું અહીં આવ્યો છું.'
સુલસા હર્ષવિભોર થઈ ગઈ, “મારું લક્ષપાકતેલ ગ્લાન મુનિના કામમાં આવશે, હું ધન્ય બની ગઈ. એણે સાધુને કહ્યું: ‘આપ અહીં બિરાજો, હું તેલ લઈને આવું છું.' સુલસા જ્યાં ઘરમાં તેલનો કુંભ પડ્યો હતો ત્યાં ગઈ. માટીના કુંભમાં તેલ હતું. તેલ લઈને બહારના ખંડમાં આવી - ત્યાં મુનિરાજ ઊભા હતા. પરંતુ દેવે પોતાની અદ્રશ્ય શક્તિથી સુલતાના હાથોમાંથી એ તેલકુંભને નીચે પાડી નાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org