________________
અનન્ત ગુણ પ્રકટ થયા છે. જેઓ દેવ-દેવેન્દ્રો દ્વારા પૂજિત છે.’
નિર્મળ આત્મસ્વભાવના માધ્યમથી ૫૨માત્મા વીતરાગ ભગવંતના અનંત ગુણોનું સંકીર્તન કરીને, પુનઃપુનઃ ગુણગાન કરીને આપણી જિજ્ઞાને પવિત્ર કરવાની છે. પરમાત્મભક્તિના સ્તોત્રોના કવન-પઠનથી જે આંતર આનંદની અનુભૂતિ થાય છે તે અનોખી હોય છે.
૧૪૯
આત્મસાધકો પ્રત્યે પ્રમોદભાવના :
જે યોગી પુરુષ પર્વતોના શિખર ઉપર, એકાન્ત વનપ્રદેશમાં, ગુફાઓના ગુપ્તગૂઢ પ્રદેશમાં ધર્મધ્યાનમાં લીન રહે છે તેઓ સમતારસમાં તૃપ્ત હોય છે. અને ઘોર તેમજ ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એવા સાધુપુરુષો ધન્ય છે. એમની આ સાધનાની આપણે ભરપૂર અનુમોદના કરીએ છીએ.
જે મુનિવરો જ્ઞાનવાન છે, શ્રુતપ્રશાયુક્ત છે, વિશુદ્ધ મોક્ષમાર્ગના જેઓ ઉપદેશકો છે, ઉપશાન્ત ચિત્તવાળા છે, ઇન્દ્રિયવિજેતા છે, અને વિશ્વમાં જિનશાસનની શાન વધારનારા છે, એવા સાધુપુરુષોને પણ ધન્ય છે.
આ રીતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપુરુષોના ગુણોની અનુમોદના-પ્રશંસા, સંકીર્તન ક૨વાથી આપણો આત્મભાવ નિર્મળ થાય છે, આત્મગુણ પ્રકટ થાય છે. ચિત્તમાં પ્રસન્નતા વધે છે. એટલા માટે આચાર્યના ૩૬ ગુણોનું, ઉપાધ્યાયના ૨૫ ગુણોનું અને સાધુના ૨૭ ગુણોનું સંકીર્તન કરતા રહો. સાધ્વી-શ્રાવિકા અને શ્રાવકો પ્રત્યે પ્રમોદભાવના
જે સાધ્વીવૃંદ અને શ્રાવિકાગણ નિર્મળ જ્ઞાનયુક્ત શીલની શોભા ધારણ કરે છે, તેઓ અનુમોદનાને પાત્ર છે. પ્રશંસાને પાત્ર છે. જે ગૃહસ્થો દાન આપે છે, શીલવ્રતનું પાલન કરે છે, તપ કરે છે અને શુભ ભાવનાઓ ભાવે છે, તે પણ ધન્ય છે.
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓમાં ગુણદર્શન કરવાનું છે અને ગુણાનુવાદ કરવાનો છે. એ ત્યારે જ સંભવિત થઈ શકશે કે જ્યારે તમે મુક્તાર્જ: બનશો, વિનમ્ર બનશો; અભિમાની મનુષ્ય ગુણાનુવાદ કરી શકતો નથી.
ચતુર્વિધ સંઘની અનુમોદના કર્યા પછી જે માર્ગાનુસારી મનુષ્યો છે, ભલેને તેઓ અન્ય ધર્મ-દર્શનોમાં રહેલા હોય, તેમના ગુણોની પણ અનુમોદના કરવી જોઈએ. અન્ય - ધાર્મિક લોકોના ગુણો પ્રત્યે પ્રમોદભાવના :
જે લોકો જિનશાસનમાં નથી, અન્ય દર્શનમાં છે; એમનામાં પણ જો સત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org