________________
પ્રવચન ૮૬
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયના અંતમાં અંતિમ સૂત્ર બતાવે છે : “सत्वादिषु मैत्र्यादियोगः ॥ *
સર્વ જીવો પ્રત્યે મૈત્રી,
ગુણવાન અને સુખી જીવો પ્રત્યે પ્રમોદ, દુઃખી જીવો પ્રત્યે કરુણા અને
અવિનીત જીવો પ્રત્યે ઉપેક્ષા - માધ્યસ્થ.
પહેલી મૈત્રીભાવનાનું વિવેચન પૂર્ણ થયું. આજે પ્રમોદભાવના ઉપર વિવેચન કરવાનું છે. પ્રમોદભાવનાની પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છે કે :
0:0
"પરમુદ્ધતુષ્ટિનુંવિતા ||
પ્રમોદ કહો કે મુદિતા કહો, બંને એક જ સમાનાર્થક છે. બીજાંનું સુખ જોઈને ખુશ થવું, અનુમોદના કરવી એ પ્રમોદભાવના છે. ‘શાન્તસુધારસ’માં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહ્યું છે ઃ
“મવેત્ક્રમોનો મુળપક્ષપાત ।
બીજા જીવોના ગુણો પ્રત્યે આદર - અનુમોદના, પક્ષપાત એ પ્રમોદભાવના છે. એનો અર્થ આ થાય છે ઃ
બીજાંના ગુણ જોઈને ગુણાનુરાગ એટલે ગુણાનુવાદ કરવાનો છે.
બીજાંનું સુખ જોઈને પ્રશંસા કરવાની છે. નિંદા, ઈર્ષ્યા કરવાની નથી.
નિર્મળ મનથી જીભને પવિત્ર કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. હાર્દિક પ્રશંસા કરતા રહો, ગુણશાળીઓની અને પુણ્યશાળીઓની !
તીર્થંકરો પ્રત્યે પ્રમોદભાવના
સર્વ પ્રથમ સમગ્ર વિશ્વના પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માના ગુણોનું, તેમના ઉત્કૃષ્ટ પુણ્યનું સંકીર્તન કરીશું.
‘એ વીતરાગ પરમાત્મા ધન્ય છે, કે જેમણે ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને ફર્મમલને ધોઈ નાખ્યો છે. જેઓ ત્રણે લોકમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ત્રણે લોકના હિતકારી છે, જેઓ શાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ છે. ઘાતીકર્મોના ક્ષયથી જેમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org