________________
૧૪૪
શ્રાવક જીવન : ભાગ ૪
માણસ બનવા માટે ગુણોની પુષ્ટિ થવી અતિઆવશ્યક છે. મહાસતી અંજના ગુણોથી પરિપુષ્ટ હતી, તેથી તે “મહાસતી' કહેવાઈ. શત્રુતાનો નશો શા માટે?
મારે સારા માણસ બનવું છે.' - જે લોકોની આવી ઈચ્છા નથી હોતી, આવી કલ્પના પણ નથી હોતી એ લોકો મૈત્રીભાવના' નું મૂલ્ય નથી સમજી શકતા. તેમના મનમાં તો શત્રુતાનો એક પ્રકારનો નશો હોય છે. - જેને બીડી-સિગારેટનો નશો હોય છે, તેને વારંવાર બીડી-સિગારેટ યાદ આવે
છેઅને તે વારંવાર બીડી-સિગારેટ પીએ છે. – જેને માવા-પાનપરાગનો નશો હોય છે, તે તેનું વારંવાર સેવન કરે છે. એના
વગર એને ચેન પડતું નથી. - જેને શરાબનો નશો હોય છે, જુગાર રમવાનો નશો હોય છે, તે શરાબ વગર
રહી શકતો નથી, જુગાર રમ્યા વગર રહી શકતો નથી.
નશો એટલે નશો. શત્રુતા, ઝઘડો...વેરવિરોધ, વગેરેનો જે લોકોને નશો હોય છે તે લોકો શત્રુતા કર્યા વગર.... ઝઘડો કર્યા વગર, વેરવિરોધ કર્યા વગર રહી શકતા નથી.
તેમને જો પૂછવામાં આવે કે “ભાઈ ! તું શા માટે શત્રુતા બાંધે છે? શા માટે વેરવિરોધ બાંધે છે ? તેનાથી તને શું મળે છે ? કદાચ આ પ્રશ્નોના ઉત્તર તેની પાસે નથી. ઉત્તર આપે છે તો નશામાં આપે છે.
બે ભાઈ - એક માતાના બે પુત્રો. પરસ્પર લડતા હતા, કોર્ટમાં કેસ ચાલતો હતો. બંને ભાઈઓના ત્રણ-ત્રણ લાખ ખર્ચાઈ ગયા હતા. મેં બંને ભાઈઓને સમજાવવા પ્રયત્ન કર્યો. મેં બંનેને કહ્યું: ‘તમે અંદર-અંદર સમાધાન કરી લો. ઘર, જમીન...વગેરે કશું ય પણ પરલોકમાં સાથે આવવાનું નથી. ત્રણ-ત્રણ લાખ રૂપિયા તમારા બરબાદ થઈ ગયા....”
તો બંને ભાઈઓનો એક જ ઉત્તર હતો: ‘ભલે અમારા તમામ રૂપિયા બરબાદ થઈ જાય....અમે તો લડીશું....' આને કહે છે નશો. નશો મનુષ્યને બરબાદ કરે છે...સર્વનાશ કરે છે. તો પછી શા માટે શત્રુતાનો નશો કરવો? શત્રુતાના નશાથી પાપબંધ :
શત્રુતા, વેરભાવ રાખવાનો લાભ તો કશો જ નથી, નુકસાન વધારે છે. વર્તમાન જીવનમાં તો નુકસાન થાય જ છે, પણ પારલૌકિક નુકસાન વધારે થાય છે. જ્યારે તીવ્ર ક્રોધ આવે છે ત્યારે તે વેરભાવનાને દૃઢ કરે છે. તે તીવ્ર પાપકર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org