________________
પ્રવચન ૮૫
૧૪૩ હોય, પરંતુ છે ખરા. અમે એવાં સ્ત્રીપુરુષોને જોયાં છે. અમે એમને જાણીએ છીએ.
સારા માણસનું મન ક્લેશરહિત હોય છે. એ પોતાના મનને ક્ષમાભાવમાં રાખે છે, તેઓ સ્વસ્થ હોય છે. ઘરમાં, સમાજમાં-સર્વત્ર એ સ્વસ્થ રહી શકે છે. ઘરમાં ક્રોધ કરનારા લોકો હોય છે. સ્વજન પણ ક્રોધી હોય છે. છતાં પણ સારો માણસ ક્રોધ નથી કરતો. એના મનમાં ક્લેશ નથી હોતો.
આનું કારણ જાણો છો? સારા માણસનું મન સમતારસમાં લીન રહે છે, એ કારણ છે. જે મનુષ્યનું મન સમતારસમાં લીન રહે છે, તે ક્રોધ કરી જ નથી શકતો, અને એનું મન ક્લેશરહિત રહે છે. ચોથી વાત સૌથી વધારે મહત્ત્વની છે. સારો માણસ ગુણોથી પુષ્ટ થાય છે. જે માણસ શરીરથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી હોતો, એ મનુષ્યની શરીરપુષ્ટતા સ્વ-પર માટે અહિતકારી હોય છે. જે મનુષ્ય ધનથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી હોતો, એની ધનપુષ્ટતા
સ્વ-પર માટે અહિતકારી હોય છે. • જે મનુષ્ય પ્રસિદ્ધિથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી થતો, તેની પ્રસિદ્ધિની પુષ્ટતા સ્વ-પાર માટે અહિતકારી હોય છે. જે માણસ બુદ્ધિથી પુષ્ટ થાય છે, પરંતુ ગુણોથી પુષ્ટ નથી થતો, તો તેની બુદ્ધિની પુષ્ટતા સ્વ-પર માટે અહિતકારી હોય છે. પરંતુ જે માણસ ગુણોથી પુષ્ટ હોય છે, તે ભલેને શરીરથી, ધનથી, પ્રસિદ્ધિથી યા બુદ્ધિથી પુષ્ટ ન હોય, છતાં પણ તે સ્વ-પર માટે અહિતકારી નથી બનતો. તે સર્વને માટે હિતકારી બની રહે છે.
સારો માણસ ગુણોથી પુષ્ટ હોય છે. એનો અર્થ એ છે કે તેનામાં બે-ચાર જ ગુણ નથી હોતા, વધારે ગુણો હોય છે. વધારે ગુણો હોવાથી જ પુષ્ટ’ કહી શકાય છે. તેમાં ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાના ગુણો હોય છે. તેમાં ઉદારતા, ગંભીરતા, સહનશીલતાના ગુણો હોય છે. દયા, સત્ય, અચૌર્ય અને સદાચાર વગેરે ગુણો હોય છે. તેમાં પરમાત્મ-ભક્તિ, ગુરુસેવા અને સાધર્મિક-પ્રેમ વગેરે ગુણો હોય છે. અને ત્યારે જ તે પુષ્ટ કહેવાય છે.
ગુણોથી પુષ્ટ થવાની ભાવના રાખો. ભલે શરીરથી પુષ્ટ બનો. પરંતુ ગુણોથી પુષ્ટ બન્યા વગર નહીં. ભલે ધનથી પુષ્ટ બનો, પરંતુ પહેલાં ગુણોથી પુષ્ટ બનો. પ્રસિદ્ધિની પુષ્ટિ ભલે પ્રાપ્ત થાય, પરંતુ ગુણોની પુષ્ટિ પ્રાપ્ત કરવાની જ છે. સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org