________________
પ્રવચન ૮૫
૧૪૧
માત્ર દ્વેષભાવ રોષ અને રીસ !
- અંજનાના હૃદયમાં પવનંજય પ્રત્યે મૈત્રીભાવ છે, સ્નેહ છે અને પૂજ્યભાવ છે. નથી તો રોષ, નથી ટ્વેષ, નથી રીસ !
આ કેવી રીતે ? તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે ને ? ૨૨-૨૨ વર્ષ સુધી જે પતિએ ત્યાગ કર્યો છે, મુખ સુધ્ધાં જોતો નથી. એક શબ્દ પણ બોલ્યો નથી. એ પતિ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રહી શકે? પૂજ્યભાવ કેવી રીતે રહી શકે? એનો ઉત્તર છે, સમાધાન છે; શાંતિથી સાંભળો.
અંજનાની મૈત્રીભાવનાને અખંડ રાખનારી હતી એની વિશિષ્ટ વિચારધારા, સદ્વિચારોની ભિન્નભિન્ન ધારાઓ જણાવું છું: ૧. પ્રથમ વિચારધારા આ હતી – કારણ વગર કોઈ કાર્ય થતું નથી. પવનંજયનો
મારા પ્રત્યે પ્રેમ ન હોવાનું, મારા પ્રત્યે દ્વેષ હોવાનું કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ. આ વર્તમાન જીવનમાં મને મારી એવી કોઈ ભૂલ જણાતી નથી, કે જે ભૂલને કારણે એમણે મારો ત્યાગ કર્યો હોય. અવશ્ય, મેં પૂર્વજન્મમાં એવું કોઈ પાપ કર્યું હશે, એ પાપના ઉદયને કારણે મારે એમના વિયોગનું દુઃખ
ભોગવવું પડે છે. ૨. એ તો ગુણવાન છે, સજ્જન છે. પરંતુ મારાં જ પાપકર્મોના ઉદયે એમના
મનમાં મારે માટે ગેરસમજ પેદા થઈ છે. દોષ મારાં જ પાપકમનો છે. ૩. પાપકર્મોને જો હું સમતાથી સહન કરી લઈશ તો પાપકર્મો જલદી નષ્ટ થઈ
જશે. મારે મારા મનમાં વિચારો જ કરવા જોઈએ. ૪. હું મારા વિષયવાસના ઉપર સંયમ રાખી શકું એટલા માટે મારે નીરસ ભોજન
લેવું જોઈએ. શૃંગાર ન કરવો જોઈએ. સ્નાન-વિલેપનાદિ ન કરવાં જોઈએ. વધારેમાં વધારે સમય મારે પરમાત્માની ભક્તિમાં પસાર કરવો જોઈએ. પાપકર્મો નષ્ટ થતાં પુણ્યકર્મનો ઉદય આવવાનો જ છે. સુખ માગવાથી, ઈચ્છવાથી નથી મળતું, પુણ્યકર્મના ઉદયથી મળે છે. મારે શૈર્ય ધારણ કરવું રહ્યું. સુખ પામવાના વિચારો કરવાને બદલે કર્મક્ષય કરવાનું ચિંતન કરવું
જોઈએ. પવનંજયે મારો ત્યાગ કર્યો નથી. મારાં પાપકર્મોએ તેની પાસે મારો ત્યાગ કરાવ્યો છે. એમાં એનો શો દોષ? તે તો નિર્દોષ છે; શત્રુ તો મારાં પાપકર્મો જ
આ હતી અંજનાની જ્ઞાનસભર વિચારધારા. આ વિચારધારાએ અંજનાના મનને સ્વસ્થ, સુંદર અને પવિત્ર રાખ્યું; મનને રોગી ન બનવા દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org