________________
૧૪૦
શ્રાવક જીવન : ભાગ ૪ સાઇકોસિસ રોગ થાય છે, અથવા “શેડ પેરાનોઇડ ડિસઓર્ડર' નામનો રોગ થાય છે. શત્રુતા, દુશ્મનીના વિચારો મનમાં શરૂ થઈ જાય છે કે પેરાનોઈડ થિંકિંગ શરૂ થઈ જાય છે.
એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે શત્રુતા નથી રાખતી, આપણા પ્રત્યે દુભવના નથી રાખતી, છતાં પણ આપણે એને આપણો શત્રુ માની લઈએ છીએ. એના સદ્રવ્યવહારને પણ આપણે શંકાની નજરે જોઈએ છીએ અને દુર્વ્યવહારની કલ્પના બાંધી લઈએ છીએ. એનાથી મન તરત જ રોગી બની જાય છે, અને મનના રોગોને દૂર કરવા ખૂબ મુશ્કેલ કામ છે. એટલા માટે મનમાં કદીય, કોઈ પણ જીવ માટે દુભવ પેદા થવા ન દો.
સભામાંથી પરંતુ અમારા ઘરમાં જ કોઈ વ્યક્તિ અમારા પ્રત્યે શત્રુતાપૂર્ણ કાર્ય કરતી જણાય તો ? - મહારાજશ્રી ઃ તો પણ એને દુશમન માનવો નહીં, શત્રુ ન માનવો. એને શત્રુ માનવાથી નુકસાન તમને થશે, એ માણસને નહીં. શત્રુતાની ભાવનાથી તમારા સુકૃત્યોનો નાશ થશે. તમારા સુકૃત્યોનો જે કંઈ સંચય હશે તે બળીને રાખ થઈ જશે, આ ખૂબ મોટું નુકસાન છે. તમારી સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારા સ્વજન પ્રત્યે પણ તમારે દ્વેષ નથી કરવાનો. તેને દુશ્મન માનવાનો નથી. પવનંજય પ્રત્યે અંજનાની દ્રષ્ટિ
તમને રામાયણનો એક પ્રસંગ બતાવું છું; તમારા પ્રશ્નનું સમાધાન મળી જશે.
હનુમાનજીના પિતાનું નામ પવનંજય હતું અને માતાનું નામ હતું અંજના. પવનંજય પ્રહલાદપુર રાજ્યનો યુવરાજ હતો, અને એજના મહેન્દ્રપુર નગરના રાજા મહેન્દ્રની રાજકુમારી હતી. અંજના અને પવનંજયની સગાઈ થાય છે. લગ્ન પહેલાં પવનંજય પોતાના મિત્ર પ્રહસિત સાથે અંજનાને જોવા અંજનાને મહેલે જાય છે. ત્યાં પોતાની સખીઓની સાથે અંજનાનો વાર્તા-વિનોદ ચાલી રહ્યો છે, પવનંજય એ વાર્તા-વિનોદની વાતને ખોટી રીતે સમજે છે.
અંજનાનો મારા પ્રત્યે પ્રેમ નથી; બીજા રાજકુમાર સાથે પ્રેમ છે,” એવી દૃઢ ધારણા કરી લે છે. અંજના પ્રત્યે દ્વેષ થઈ જાય છે. મિત્ર સાથે પોતાને મહેલે પાછો આવે છે. અંજના સાથે લગ્ન ન કરવાની વાત કરે છે. પરંતુ મિત્રના આગ્રહથી અને સમજાવટથી અંજના સાથે લગ્ન કરી લે છે, પરંતુ લગ્ન પછી અંજનાને મહેલમાં છોડી દે છે. પ્રથમ રાત્રે જ તે અંજનાની પાસે જતો નથી. આ રીતે તેણે બાવીસ વર્ષ સુધી અંજનાનું મુખ ન જોયું, સ્પર્શ કરવાની તો વાત જ ક્યાં રહી?
- પવનંજયના મનમાં અંજના પ્રત્યે ન તો પ્રેમ છે, ન તો મૈત્રી છે, ન સ્નેહ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org