________________
૧૩૮
સર્વત્ર સર્વે સુખિનો ભવન્તુઃ
મૈત્રીભાવનાને આત્મસાત્ કરવા માટે એક મંત્ર છે : સર્વત્ર સર્વે સુદ્ધિનો ભવન્તુ । આ મંત્રનો વારંવાર જાપ કરતા રહો, મૈત્રીભાવના સિદ્ધ થઈ જશે. સર્વત્ર સર્વે જીવો સુખી થાઓ.’
શ્રાવક જીવન : ભાગ ૪
જેને મિત્ર માન્યો તેને માટે સુખનો જ કામના કરવામાં આવે છે. મિત્ર સુખી થવો જોઈએ ને ? જો તે દુઃખી હોય તો તેનું દુઃખ દૂર થાઓ, જલદી દૂર થાઓ, એવી ભાવના રહે છે ને ? તે શીઘ્રાતિશીઘ્ર સુખી થાઓ એવી ભાવના થાય છે. જ્યારે સૃષ્ટિના તમામ જીવોને મિત્ર માની લીધા, તો સર્વના સુખની કામના થવી સ્વાભાવિક છે.
આ મૈત્રીભાવના જ્ઞાનમૂલક છે, એકેન્દ્રિય જીવસૃષ્ટિ સુધી આ મૈત્રીભાવના વ્યાપક છે. પૃથ્વી, પ્રાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, વગેરેના જીવો પ્રત્યે પણ મૈત્રીભાવના ફેલાયેલી છે. એટલે કે પૃથ્વી, પાણી વગેરેમાં જીવત્ત-ચૈતન્યની કલ્પના કરતા રહેવું. અને આપણા મનમાં, ‘આ જીવો ક્યારે પંચેન્દ્રિય બને, ક્યારે એમને મન મળે, ક્યારે એમને આત્મજ્ઞાન મળે, ક્યારે તેઓ મુક્તિ પામે,' એવું ચિંતન ક૨વાનું છે. આપણે પૃથ્વી, પાણી વગેરેના સંપર્કમાં આવતા રહીએ છીએ. એ સમયે મનમાં આવી શુભ ભાવના કરી શકીએ. એ એકેન્દ્રિય જીવો સાથે પણ આત્મીયતા બની જશે.
સર્વત્ર સર્વે સુદ્ધિનો ભવન્તુ । આ ભાવનાની સાથે આજે આ વિષય પૂર્ણ કરું છું. મૈત્રીભાવનાના વિષયમાં વિશેષ વાતો કાલે કરીશ. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org