________________
વક જીવન : ભાગ ૪
બીજી વાત એ છે કે બીજા જીવોની હિતચિંતા કરવાથી આપણું હિત તો થાય જ છે; બીજાંની સુખશાન્તિની ભાવના ભાવવાથી તમને પણ સહજ રૂપે સુખશાન્તિની પ્રાપ્તિ થાય છે. જે રીતે સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની છે એ રીતે પરમ હિતની પણ ભાવના ભાવવાની છે.
૧૩૬
· સર્વ જીવ રાગદ્વેષથી મુક્ત થાઓ અને
સર્વ જીવો પંચેન્દ્રિય મનુષ્ય બનીને, આત્મજ્ઞાની બનીને, સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થાઓ. આ પરમ હિતની ભાવનાની વાત કરતા પહેલાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તમને પૂછું છું કે તમે સ્વયં રાગદ્વેષથી મુક્ત થવાની ઇચ્છા રાખો છો ? રાગદ્વેષથી મુક્ત થવાની પ્રબળ ઇચ્છા છે તમારી ?
બીજો પ્રશ્ન છે, શું તમે જાતે જલદીથી જલદી કર્મોના બંધન તોડીને સિદ્ધ-બુદ્ધમુક્ત બનવા ઇચ્છા રાખો છો ?
સભામાંથી : બંને પ્રશ્નોના ઉત્તર શું આપીએ ? રાગદ્વેષ કરતા રહીએ છીએ...ઓછા કરતા જ નથી...અને કર્મ બાંધતા જ રહીએ છીએ. તો પછી કેવી રીતે કહીએ કે અમે મુક્ત બનવા ઇચ્છા રાખીએ છીએ ?
મહારાજશ્રી : તમારું કહેવું ઠીક છે. રાગદ્વેષ કરતા રહો છો. પરંતુ રાતમાં સૂતા પહેલાં ‘મારે રાગદ્વેષ કરવા નથી....ક્યારે રાગદ્વેષથી મુક્ત બનીશ ? હે વીતરાગ ભગવાન, મને પણ વીતરાગ બનાવી દો.' એવું કંઈક ચિંતન કરી શકો છો ને ? એવી ભાવના ભાવી શકો છો ને ? રાગદ્વેષ કર્યા પછી પશ્ચાત્તાપ કરતા રહો તો કોઈકને કોઈક દિવસે રાગદ્વેષ છૂટી જશે.
એ રીતે ‘હું રાગદ્વેષ અને મોહથી પરાભૂત થઈને કર્મબંધ કરતો રહું છું....આ મારી મોટી ભૂલ છે. હું ઇચ્છું છું કે મારાં કર્મ તૂટે અને મારી મુક્તિ સત્વર થાય.’ જો તમે સ્વયં મુક્તિ ઇચ્છતા હો તો જ બીજા જીવોની મુક્તિની ભાવના કરી શકો.
પરંતુ તમે જાણો છો કે જે જીવ પંચેન્દ્રિય સંશી મનુષ્ય હોય છે, તે જ મુક્તિ પામવા માટે પુરુષાર્થ કરી શકે છે અને મુક્તિ પામી શકે છે. જે જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય હોય છે; તે જીવ ન તો મુક્તિ પામવાનો પુરુષાર્થ કરી શકે છે, ન તો મુક્તિ પામી શકે છે. મુક્તિ પામવાનો પુરુષાર્થ કરવા માટે મનુષ્યને
- પાંચ ઇન્દ્રિયો હોવી જોઈએ,
- મન જોઈએ અને
-
- દૃઢ શરીરશક્તિ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org