________________
પ્રવચન ૮૪
૧૩પ આ પૂર્ણ પુરુષોની એક તત્ત્વદૃષ્ટિની વાત છે. સંસારના સર્વ (વ્યવહારરાશિના) જીવોની સાથે આપણા આત્માએ સર્વ પ્રકારના સંબંધો બાંધ્યા છે !
- કોઈ જન્મમાં આપણે કોઈના પિતા બન્યા છીએ. કોઈ જન્મમાં માતા તો કોઈ જન્મમાં પુત્ર અથવા પુત્રી બન્યા છીએ. કોઈ જન્મમાં ભાઈ અથવા બહેન બન્યા છાએ, તો વળી કોઈ જન્મમાં મિત્ર બન્યા છીએ, કોઈ જન્મમાં શત્ર પણ બન્યા છીએ. સંસારનો એવો કોઈ સંબંધ નથી કે જે આપણે સર્વ જીવો સાથે બાંધ્યો ન હોય. એક વાર નહીં, હજારો વાર, અનંત વાર.
જ્યારે કોઈની સાથે શત્રુતા થઈ જાય તો વિચારવું કે “આ વ્યક્તિ કોઈક વાર, કોઈક જન્મમાં મારો ભાઈ બનેલો છે....અમે પિતાપુત્રી, પતિપત્ની... ભાઈબહેન બનેલાં છીએ. તો હવે આ જન્મમાં શા માટે શત્રતા કરવી? શત્રતા નથી કરવી.” આ વિચારવાનું શીખી લો. ઝઘડો થઈ ગયા પછી જ્યારે ચિત્ત શાન્ત થઈ જાય, ત્યારે વિચારજો અથવા ઝઘડો થયા પહેલાં જ આ પ્રકારનું ચિંતન કરવું : “મારે કોઈની સાથે શત્રુતા બાંધવી નથી. સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ જ બાંધવો છે. મૈત્રીનું જ ચિંતન કરવાનું છે. બાહ્ય સંબંધ રાખવાનો નથી; ન રાખો, પરંતુ તેની પ્રત્યે આપણી ભાવના તો મૈત્રીપૂર્ણ જ રાખવાની છે. કોઈ બાહ્ય નુકસાન થતું હશે તો થવા દઈશું પરંતુ મૈત્રીભાવના તોડીશું નહીં. સર્વ જીવો મુક્ત બનો :
સંસારના સર્વ જીવોને મિત્ર માન્યા બાદ સર્વને માટે હિતની - પરમ હિતની ભાવના રાખવાની છે. હિત બે પ્રકારના હોય છે - ઈહલૌકિક અને પારલૌકિક. ઈહલૌકિક એટલે કે વર્તમાન જીવનનાં હિત અને પારલૌકિક એટલે કે આવનારા જન્મોનાં હિત. આપણે આ પ્રકારે હિતની ભાવના કરવાની છેઃ “સર્વ જીવો વર્તમાન જીવનમાં સુખી થાઓ, અને આગામી જન્મોમાં પણ સુખી થાઓ.” આ છે હિતની ભાવના, વર્તમાન જીવનમાં કોઈ જીવ દુઃખી ન થાઓ, પરલોકમાં પણ દુઃખી ન થાઓ.’ આ મૈત્રીભાવના છે.
પ્રત્યેક જીવાત્મા પોતપોતાનાં કર્મોના ઉદયથી સુખી અથવા દુઃખી થાય છે. આ વાસ્તવિકતા છે, પરંતુ આપણી ભાવના તો સુખી થવાની જ હોવી જોઈએ.
બીજાના સુખની કામના - ભાવના કરવાથી પુણ્યકર્મનો બંધ થાય છે, કારણ કે આ ભાવના શુભ છે. શુભવિચારોથી પુણ્યકર્મ બંધાય છે. બીજાંને દુઃખી કરવાની ભાવના કરવાથી પાપકર્મ બંધાય છે. કારણ કે આ ભાવના અશુભ છે. અશુભ વિચારોથી પાપકર્મ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org