________________
પ્રવચન ૮૪
૧૩૩
ધર્મઆરાધના કરી હશે. એના ફળસ્વરૂપે એમને આટલું સારું સુખ મળ્યું છે. તેમનું સુખ જોઈને ઈર્ષા કરવાની નથી, ખુશ થવાનું છે.
ચોથી ઉપેક્ષા ભાવનાની પરિભાષા આ પ્રમાણે બતાવી છે કે બીજા જીવોના દોષોની ઉપેક્ષા કરો. દોષ દૂર કરવાના ઉપાય ક૨વા છતાં પણ લોકો દોષોનો ત્યાગ ન કરે તો તેમના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર ન કરતાં તેમની ઉપેક્ષા કરતા રહો; મધ્યસ્થ રહો, તેમના પ્રત્યે ન તો પ્રેમ કરવો, ન દ્વેષ કરવો. તેમને તેમની ‘ભવિતવ્યતા’ પર છોડી દેવા.
સર્વ જીવ મારા મિત્રો :
આ રીતે ચારે ભાવનાઓની પરિભાષા બતાવીને હવે સૌ પ્રથમ મૈત્રીભાવના'નું વિસ્તારથી વિવેચન કરીશ.
સમગ્ર સૃષ્ટિમાં આપણે મૈત્રીનો ફેલાવો કરવાનો છે.
- એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી.
- ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં....
સર્વત્ર....સર્વે જીવોની સાથે આપણે મૈત્રી સંબંધ બાંધવાનો છે. એ જીવો આપણી સાથે મૈત્રી સંબંધ બાંધે યા ન બાંધે, એનો વિચાર આપણે કરવાનો નથી. આપણે તો ‘સર્વ જીવ મારા મિત્રો છે' - એ જ વિચારવાનું છે. એ ચિંતન કરવાનું છે.
સભામાંથી કોઈ માણસને શત્રુ માન્યો હોય અને ‘સર્વ જીવો મારા મિત્રો છે,' એવી ભાવના કરવી એ દંભ નથી ?
મહારાજશ્રી : પ્રથમ વાત તો એ છે કે આપણે શા માટે કોઈ પણ જીવને શત્રુ માનીએ ? એવું કેમ ન વિચારીએ કે “જગતમાં મારો કોઈ શત્રુ જ નથી.’ જીવાત્મા શત્રુ હોતો નથી. શત્રુ તો હોય છે જીવનાં પોતાનાં બાંધેલાં પાપકર્મો. કર્મોને શત્રુ માનો, જીવોને નહીં.
બાહ્યદૃષ્ટિથી એવું લાગે છે કે “પેલી વ્યક્તિએ મને દુઃખી કર્યો...મારું સુખ પડાવી લીધું....મારી સાથે અન્યાય કર્યો...વગેરે. પરંતુ જ્ઞાનવૃષ્ટિથી આ વિચારવું ખોટું છે. જ્ઞાનવૃષ્ટિથી તો સાચા શત્રુ ‘કર્મ’ જ છે; કોઈ જીવ શત્રુ નથી, ‘શાન્તસુધારસ'માં કહ્યું છે :
सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org