________________
પ્રવચન ૮૪
૧૩૭
એટલા માટે સર્વ જીવો માટે મુક્તિની ભાવના એ પ્રકારે ભાવવી જોઈએ કે ‘સર્વ જીવ સંશી (મનવાળા) પંચેન્દ્રિય મનુષ્ય બને, અને મુક્તિ પ્રાપ્ત કરે. પૂર્ણ સુખ પ્રાપ્ત કરે.
સર્વ જીવ આત્મજ્ઞાની બનો :
મનુષ્યને પાંચ ઇન્દ્રિયો મળી હોય, મન અને દ્રઢ શરીરશક્તિ મળ્યાં હોય, પરંતુ જ્યાં સુધી તે ઉદાસીન ભાવમાં નથી આવતા - એટલે કે આત્મજ્ઞાની નથી બનતા ત્યાં સુધી એ મુક્તિ પામી શકતા નથી.
ઉદાસીન ભાવ - આત્મજ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે માનવ સુખદુઃખ વિષયક રાગદ્વેષથી મુક્ત થાય છે. સુખદુઃખના વિચારોમાંથી મુક્ત થવાનું છે. માત્ર મારે મુક્તિ જોઈએ છે’ એટલું બોલવાથી યા માનવાથી મુક્તિ નથી મળતી, મુક્તિ પામવી હોય તો ઉદાસીન ભાવમાં લીન થવું પડશે. આ સમજદારી તમારામાં હશે તો સર્વ જીવો માટે
"સર્વૈડમ્બુવાસીનાં રસન્તુ" - આ ભાવના, આ કામના કરી શકશો. ‘સર્વ જીવો ઉદાસીન ભાવના રસમાં મજ્જન કરો.... ઉદાસીન ભાવનું રસાસ્વાદન કરો.’
ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવાનો અભ્યાસ કરવો પડશે. આપણે સ્વયં એવો રસાસ્વાદ કર્યા વગર, બીજાં માટે ભાવના કેવી રીતે કરી શકીએ ? ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવા માટે રાગ અને દ્વેષની વાસના ઓછી કરવી પડશે. દૃઢ નિશ્ચય સાથે રાગ....આસક્તિ...મમત્વ ઓછાં કરવાં પડશે. એ રીતે દ્વેષ - ઈર્ષા, રોષ - ક્રોધ વગેરે ઓછાં કરવાં પડશે. નાની-નાની બાબતોમાં રાગદ્વેષ થવાં જ ન જોઈએ. ત્યારે ઉદાસીન ભાવનો રસાસ્વાદ થઈ શકશે.
સમગ્ર જીવસૃષ્ટિ માટે કેવી ભાવના ભાવવાનું બતાવ્યું છે ? સર્વ જીવોની ઇન્દ્રિયસાપેક્ષ ઉન્નતિની ભાવના પણ કેવી અદ્ભુત ભાવના છે. ‘સર્વ જીવ સંક્ષીપંચેન્દ્રિય બનીને મુક્તિ પ્રાપ્ત કરે.’ અને સર્વ જીવોની આધ્યાત્મિક ઉન્નતિની પણ કેવી શ્રેષ્ઠ ભાવના બતાવવામાં આવી છે ? આવી ભાવના ભાવતાં ભાવતાં મનુષ્યનું કલ્યાણ થઈ જાય. ધર્મધ્યાનમાં અવશ્ય પ્રવેશ થઈ જાય, મનની અપૂર્વ શુદ્ધિ થઈ જાય.
ઉદાસીન ભાવનો રસાસ્વાદ કરવા માટે રાગદ્વેષની વાસનાઓને ઓછી ક૨વી પડશે. દૃઢ નિશ્ચયની સાથે રાગ, આસક્તિ, મમત્વ, ઓછાં કરવાં પડશે. આમ દ્વેષ, ઇર્ષા, રોષ વગેરે પણ ઓછાં કરવાં પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org