________________
પ્રવચન ૮૪
૧૩૧
કરાવ્યું! ભાવનાઓ વગર ધર્મધ્યાન નહીં ?
એક શ્રાવકે પોતાની સમસ્યા જણાવતાં કહ્યું: ‘ગુરુદેવ, ધર્મક્રિયાઓ થાય છે, ૩-૪ કલાક ધર્મક્રિયાઓમાં થઈ જાય છે. પરંતુ ધર્મધ્યાન થતું નથી. મન બે ઘડી ય ધર્મધ્યાનમાં રહેતું નથી !'
મેં એ શ્રાવકની માનસિક સ્થિતિ જાણવા માટે કેટલાક સવાલો કર્યા? – “શું તમારા મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, શત્રુતા, દુભવિ, રોષ આદિ
– શું તમારા મનમાં દીન-દુઃખી, અનાથ જીવો પ્રત્યે કઠોરતા. તિરસ્કાર.
દયાહીનતા વગેરે છે ? - શું તમારા મનમાં ગુણવાન અને પુણ્યશાળી મનુષ્યો પ્રત્યે ઈષ, અસૂયા -
દોષદ્રષ્ટિ વગેરે છે? - જે સ્નેહી સ્વજન-નોકર આદિ તમારું કહેવું નથી માનતાં, અવિનીત છે, કોઈક
પાપાચાર કરે છે, તમારા કહેવા છતાં ય પાપાચાર છોડતાં નથી, તેમના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર અને પોતાના મનમાં ચિંતા, અશાંતિ વગેરે રહે છે ?"
એ શ્રાવકે કહ્યું: ‘આ તમામ વાતો તો દરરોજ ચાલતી જ રહે છે. છોકરા અંગે ખૂબ જ ચિંતા છે, અનેક વ્યસનોમાં એ ફસાયેલો છે. આવારા મિત્રોની સોબતમાં ભટકતો રહે છે.... ગમે તેટલું સમજાવ્યા છતાં એ માનતો જ નથી, ખૂબ મોટી ચિંતા છે પુત્રની !'
મેં કહ્યું તો પછી મન ધર્મધ્યાનમાં લાગશે જ નહીં. જ્યાં સુધી તમારું મન ચિંતામુક્ત નહીં થાય ત્યાં સુધી મનની સ્થિરતા ધર્મધ્યાનમાં રહેશે નહીં! ધર્મધ્યાનમાં મનનું અનુસંધાન મૈત્રાદિ ભાવનાથી જ સંભવિત છે. શાંતસુધારસમાં કહેવાયું છે કેઃ
सद्धर्मध्यान-संध्यान-हेतवः श्री जिनेश्वरैः ।
मैत्रीप्रभुतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ ભાવનાઓ : ધર્મધ્યાનનું રસાયણ :
માણસનું શરીર જ્યારે બળહીન બને છે ત્યારે તે રસાયણનું સેવન કરીને તેને બળવાન બનાવે છે. રસાયણ નિર્બળ શરીરને બળવાન બનાવે છે. એ રીતે જો તમારું ધર્મધ્યાન નિર્બળ હોય તો તેને બળવાન બનાવવા માટે આ ભાવનાઓ રસાયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org