________________
૧૩૦
શ્રાવક જીવન : ભાગ ૪ યુગબાહુનું ગળું અધું કપાઈ ગયું હતું. લોહીની ધારા વહી રહી હતી, ઘા કરીને મણિરથ નાસી ગયો હતો...એ સમયે પાસે બેઠેલી મદનરેખાએ યુગબાહુને...મરતા પતિને શું કહ્યું હતું? સૌથી પહેલાં શું સમજાવ્યું હતું?
‘તમે મણિરથને તમારો શત્રુ ન માનો, તે તો નિમિત્તમાત્ર છે. શત્રુ તો તમારાં પાપકર્મો જ છે ! પાપકર્મોના ભારથી દબાયેલા મણિરથને શત્ર શા માટે માનવો? તેણે પાપકર્મોથી પ્રેરાઈને આ દુષ્કૃત્ય કર્યું છે, તે તો દયાપાત્ર છે. શત્રુ તો તમારાં પાપકર્મો જ છે.”
મરતા પતિને ધર્મધ્યાનમાં લીન કરવો છે, એટલા માટે સૌ પ્રથમ તો પતિના મનને કરુણાભાવથી શુદ્ધ કર્યું. તલવારનો ઘા કરનાર મોટાભાઈ પ્રત્યે વેરભાવના ન રાખવી જોઈએ, વેરભાવનાની હાજરીમાં “ધર્મધ્યાન' ન થઈ શકે. મન ધર્મધ્યાનમાં નિમગ્ન ન બની શકે. એટલા માટે વિચક્ષણ મહાસતીએ પતિનું પારલૌકિક હિત કરવા માટે એના મનમાંથી શત્રુતાને દૂર કરી દીધી. પછી શ્રી - નવકારમંત્ર સંભળાવ્યો. ચાર શરણ અંગીકાર કરાવ્યાં ! ધર્મધ્યાનમાં નિમગ્ન બનેલો યુગબાહુ મરીને સદ્ગતિ પામ્યો.
મદનરેખાએ પણ પોતાના મનમાં મૈત્રાદિ ભાવનાઓને કેવી દ્રઢ બનાવી હશે કે પોતાના પ્રિયતમ પતિ ઉપર તલવારનો ઘા કરનાર દુષ્ટ જેઠની ઉપર ક્રોધ - રોષ ન કર્યો, આઝંદ ન કર્યું...પોતાની જાતને સંયમમાં રાખી અને પતિના પારલૌકિક હિતનો જ વિચાર કર્યો. જો એ સમયે મણિરથને શિક્ષા કરવા માટે મદનરેખા તરત પોતાના સૈનિકો, જે ઉદ્યાનની ચારે તરફ ઊભા હતા, તેમની પાસે દોડી જાત તો શું થાત? યુગબાહુ આર્તધ્યાનમાં અથવા રૌદ્રધ્યાનમાં મરી જાત.અને દુર્ગતિમાં ચાલ્યો જાત ! મણિરથને શિક્ષા કરાવીને મદનરેખા શું મેળવત? આમ તો મણિરથનાં પાપકર્મોએ જ એને સખત શિક્ષા આપી દીધી હતી. એને સાપે ડંખ માર્યો હતો અને તે મરીને દુગતિમાં ચાલ્યો ગયો હતો.
મહત્ત્વની વાત એ છે કે મનને ધર્મધ્યાનમાં જોડવાનું છે, મનને સ્થિર કરવું હોય તો સર્વ પ્રથમ તેને મૈત્રાદિ ભાવનાઓથી શુદ્ધ કરવું પડશે. મનમાં કોઈ પણ જીવ પ્રત્યે શત્રુતા ન રાખવી જોઈએ. કઠોરતા, ક્રૂરતા ન રાખવી જોઈએ. ઈષ - અસૂયા ન રહેવી જોઈએ. તિરસ્કાર યા ધિક્કાર ન રહેવો જોઈએ. એટલા માટે મદનરેખાએ પોતાના પતિને અત્યંત પ્રેમથી સમજાવીને તલવારથી પ્રહાર કરનાર ભાઈ ઉપર જે રોષ ઉત્પન્ન થયો હતો તે રોષ દૂર કર્યો. તલવારનો પ્રહાર કરનાર પોતાનો ભાઈ નથી, પરંતુ પોતાનાં જ પાપકર્મો છે, ભાઈ તો માત્ર નિમિત્ત છે. તે તો કરુણાપાત્ર - દયાપાત્ર છે, આ વાત પતિના દયમાં ઉતારી દીધી અને પછી ધર્મધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org