________________
૧૩૨
શ્રાવક જીવન : ભાગ ૪ છે. તમને લાગે કે મારું ધર્મધ્યાન સારું નથી, મન વારંવાર આર્તધ્યાનમાં ચાલ્યું જાય છે, તો તમે આ એક જ ઉપાય કરો - ભાવનાઓનો સહારો લઈ લો. દિવસમાં એક વાર નહીં, વારંવાર આ મૈત્રાદિ ભાવનાઓનું ચિંતન કરવાનું શરૂ કરી દો. જેમ જેમ ભાવનાઓનું ચિંતન વધતું જશે, તેમ તેમ તમારું ધર્મધ્યાન પુષ્ટ થતું જશે.
મહત્ત્વની વાત એ છે કે તમારી ઈચ્છા પ્રબળ હોવી જોઈએ, ધર્મધ્યાનને પુષ્ટ કરવાની. ધર્મધ્યાન થતું નથી તેની ઘોર ચિંતા થવી જોઈએ. શાન્તિથી વિચારો કે – છે મનમાં આવી કોઈ ચિંતા ?
સભામાંથી નથી, ધર્મધ્યાનની ચિંતા જ નથી. મહારાજશ્રી તો પછી મૈત્રી વગેરે ભાવનાઓનું મૂલ્ય તમે નહીં સમજી શકો. ધર્મધ્યાન વગર તમે કેટલી ઘોર અશાન્તિમાં જીવી રહ્યા છો તે સમજો છો ? અશાન્તિનું મૂળ કારણ છે ધર્મધ્યાનનો અભાવ. સતત આર્તધ્યાનમાં મન રહેતું હોય તો શાંતિ મળવાની જ નથી. - માત્ર ધર્મક્રિયાઓ કરવાથી શાન્તિ મળશે નહીં, શાન્તિ પામવી હોય તો ધર્મક્રિયાની સાથે સાથે ધર્મધ્યાનમાં મનને સ્થિર કરવું પડશે. મનને ધર્મધ્યાનમાં સ્થિર કરવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું ચિંતન-મનન કરવું પડશે. ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે ભાવનાઓના રસાયણનું સેવન કરવું પડશે. ભાવનાઓ સામાન્ય રસાયણ નથી, સિદ્ધ રસાયણ છે. ચાર ભાવનાઓની પરિભાષાઃ
સિદ્ધ રસાયણ સ્વરૂપ આ ચારે ભાવનાઓની પરિભાષાઓ ગ્રંથકાર આચાર્યદિવે ‘ષોડશક' નામના પોતાના જ ગ્રંથમાં આ પ્રકારે આપી છેઃ
परहितचिन्तामैत्री, परदुःखविनाशिनी करुणा ।
परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥१४२॥ મૈત્રીભાવનાની પરિભાષા કરતાં તેમણે કહ્યું બીજાંના હિતની ચિંતા કરતા રહો, સર્વ જીવોનું હિત થાય એવી ભાવનાઓ સેવતા રહો, એટલે કે કોઈ પણ જીવના અહિતનો વિચાર કદી ય કરવાનો જ નહીં. હિતકર વિચારો જ કરવાના છે.
કરુણા ભાવનાની પરિભાષા કરતાં તેમણે જણાવ્યું કે, બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના સેવતા રહો, સર્વ જીવોનાં દુઃખ દૂર થાઓ. મને એવી શક્તિ મળે. કે હું સર્વ જીવોનાં દુઃખ દૂર કરી શકું. સર્વને સુખી કરી શકું.
પ્રમોદ - મુદિતા ભાવનાની પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છે કે, બીજા જીવોનું સુખ જોઈને ખુશ થતા રહો. એવું વિચારો કે “આ જીવોએ પૂર્વજન્મમાં સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org