________________
પ્રવચન ૮૩
--
જોઈએ.
મિત્રોની સાથે કોઈ હોટલમાં ગયા. ત્યાં તમારી આંખો અને નાક માપી લે કે ‘અહીં અભક્ષ્ય ભોજન મળવાનું છે અને મિત્રો અભક્ષ્ય ભોજન આરોગવાના છે.’ તમારે ગમે તેમ કરીને ત્યાંથી નીકળી જવું જોઈએ.
કોઈ મિત્રની સાથે તમે ખોટી જગાએ જઈ ચડ્યા; મિત્રની વાતો અને એ ઘ૨ના વાતાવરણ ઉપરથી તમને ખબર પડી ગઈ કે આ વેશ્યાગૃહ છે,' તો તમારે બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસી જવું જોઈએ.
૧૨૫
તમે કોઈ તીર્થયાત્રાએ ગયા, કોઈ ટૂરમાં ગયા. કોઈ હોટલમાં ઊતર્યા, યા ધર્મશાળામાં ઊતર્યાં. ત્યાં કેટલાક મિત્રોએ જુગાર રમવાની શરૂઆત કરી. તમને ખબર પડી ગઈ કે ‘અહીં જુગાર રમાશે અને મને પણ એમાં સામેલ ક૨વા પ્રયાસ થશે. હું ના પાડીશ તો યે મને છોડવામાં નહીં આવે.’તો બુદ્ધિપૂર્વક ત્યાંથી નીકળી જવું જોઈએ. “મારે પાપમાંથી બચવું છે.‘ એ તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. મનમાંથી પાપોનો પ્રેમ નીકળી જવો જોઈએ.
૩. પાપ-જુગુપ્સાનો ત્રીજો ઉપાય છે - ભવિષ્યકાલીન પાપોની યોજના ન બનાવવી. ‘હું આવાં આવાં પાપો કરીશ.' પાપોનો પ્રેમ હોય છે તો મનુષ્ય પાપાચરણની યોજના નહીં બનાવે, ધર્માચરણની યોજના બનાવશે. પાપાચરણોથી થનારાં કર્મબંધ અને કર્મબંધોના કટું પરિણામોનું ચિંતન કરશો તો પાપોનો ભય લાગશે. પાપો પ્રત્યે ઘૃણા જન્મશે, અને પાપોનો ત્યાગ કરવા તત્પર બનશો. પછી ભવિષ્યમાં પાપોની યોજના નહીં બને. નિર્મળ બોધ :
ચોથો લોકોત્તર ગુણ છે - નિર્મળ બોધ. પાપરુચિ નષ્ટ થઈ જતાં હૃદયમાં તત્ત્વરુચિ ઉત્પન્ન થશે. ધર્મરુચિ ઉત્પન્ન થશે. તત્ત્વરુચિ અને ધર્મરુચિ ઉત્પન્ન થતાં તત્ત્વશ્રવણ ક૨વાની ઇચ્છા પેદા થશે. તત્ત્વશ્રવણ ક૨વા માટે તે જ્ઞાની ગુરુઓની શોધ ક૨શે. તેમની પાસે જશે, તેમને વિનંતી ક૨શેઃ ‘ગુરુદેવ, મારે તત્ત્વશ્રવણ કરવું છે. કૃપા કરીને મને એવા ગ્રંથ સંભળાવો કે મારા ક્રોધાદિ કષાયો ઉપશાંત થાય, મારી વૈયિક વાસનાઓ નિર્મૂળ થાય; મારી મિથ્યા કલ્પનાઓ નષ્ટ થાય. મારા દોષ-દુર્ગુણો દૂર થાય અને મારી મોક્ષમાર્ગની યાત્રા નિરંતર ચાલતી રહે.’
જ્યારે ગુરુદેવ તેને જિનવચન સંભળાવે ત્યારે તે એકાગ્રતાથી સાંભળે, ભાવવિભોર થઈને સાંભળે, એક એક અક્ષરને તન્મયતાથી સાંભળતો જાય. જે કંઈ સાંભળે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરે. પછી તે ચિંતન-મનન કરે છે. આ રીતે તેને નિર્મળ બોધ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીય જ્ઞાન પામતાં પામતાં તે આત્મજ્ઞાન પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org