________________
૧૨૭
પ્રવચન ૮૩ જોતાય નથી. કદી અન્યની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા નથી, સજ્જન પુરુષ છે, સદાચારી પુરુષ છે.” ઘર્મ-આરોગ્યની અવસ્થાઃ
આ ઔદાયદિ ૫ ગુણ જે માણસ પ્રાપ્ત કરે છે, તેની એ ધર્મ-આરોગ્યની અવસ્થા હોય છે. ધર્મ-આરોગ્ય પ્રાપ્ત થતાં પાપવિકાર ઉપશાન્ત થઈ જાય છે. મુખ્ય રૂપે ચાર પાપવિકાર ઉપશાંત થાય છે. ૧. અતિ વિષયતૃષ્ણા, ૨. વૃષ્ટિ સંમોહ ૩. ધર્મ-અરુચિ અને ૪. ક્રોધની પ્રબળતા.
અતિ વિષયતૃષ્ણા ખૂબ મોટો વિકાર છે. આ વિકાર જ્યારે આત્મામાં જાગૃત થાય છે ત્યારે મનુષ્ય ગમ્ય-અગમ્ય, ભોગ્ય-અભોગ્યનો વિવેક ચૂકી જાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સર્વ વિષયોમાં તે અતૃપ્ત જ રહે છે.
બીજો પાપવિકાર છે વૃષ્ટિ સંમોહનો. ધર્મને અધર્મ માનવો, અધર્મને ધર્મ માનવો, એ વૃષ્ટિ સંમોહ છે. જેમ કે યજ્ઞ-યાગમાં હિંસા થાય છે. છતાં એ હિંસાને ઉપાદેય માનવામાં આવે છે. સમ્ય ધર્મોને મિથ્યા માને છે.
ત્રીજો પાપવિકાર છે ધર્મ-અરુચિનો. ધર્મ-શ્રવણ કરવું અને પસંદ નથી પડતું. તાત્ત્વિક, પારમાર્થિક પદાર્થોનું એ ચિંતન કરતો નથી. તેને રસવૃત્તિ જ થતી નથી અને તે ધાર્મિક પુરુષોનો સંપર્ક રાખતો નથી. ન તો એને આત્મધર્મની વાતો પસંદ પડતી, ન તો વ્યવહારધર્મની વાતો એને આકર્ષિત કરતી.
ચોથો પાપવિકાર છે ક્રોધની પ્રબળતાનો. વાતવાતમાં જે ક્રોધ કરે છે, કશુંક અપ્રિય બને છે, પ્રતિકૂળ બને છે....તો તે ક્રોધથી આગઝરતો થઈ જાય છે.
ઔદાયાદિ પાંચ લોકોત્તર ગુણોની પ્રાપ્તિ થતાં આ ચાર પાપવિકારો દૂર થઈ જાય છે. આત્મા ધર્મ-આરોગ્ય પ્રાપ્ત કરી લે છે. સાંખ્યદર્શનમાં સમ્યગદર્શન :
સાંખ્યદર્શન આત્માને “પુરુષ' કહે છે અને કર્મને પ્રકૃતિ' કહે છે. પુરુષ અને પ્રકૃતિ સાંખ્યદર્શનનાં મૂળભૂત તત્ત્વો છે. જ્યાં સુધી પુરુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે ત્યાં સુધી પુરુષ-પ્રકૃતિનો અભેદભ્રમ ચાલુ રહે છે. પ્રકૃતિનું સર્જન પુરુષ પોતાનું સર્જન માની લે છે. આ અભેદભ્રમને કારણે પ્રકૃતિનો પુરુષ ઉપર અધિકાર થઈ જાય છે.
જ્યારે પુરુષનો અભેદભ્રમ દૂર થઈ જાય છે. હું પ્રકૃતિ નથી, હું પ્રકૃતિથી ભિન્ન પુરુષ છું,' એવો બોધ થાય છે, ત્યારે પ્રકૃતિનો અધિકાર આત્મા ઉપરથી ઊઠી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org