________________
૧૨૬
કરે છે.
સંસારમાં રહેતો, ઘર-પરિવારની જવાબદારીઓ નભાવતો સમકિત દૃષ્ટિ મનુષ્ય નિર્મળ બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો રહે છે. અર્થોપાર્જનનો પ્રયત્ન કરતો રહે છે, અને અનેક સાંસારિક વ્યવહારોને નભાવે છે; સાથે સાથે એ નિર્મળ બોધ પણ પામે છે - એક વાત મહત્ત્વપૂર્ણ હોય છે એ વ્યક્તિના જીવનમાં - એ પૈસાની પાછળ દોડતો નથી, પૈસા એનું સાધ્ય નથી હોતું; માત્ર સાધન હોય છે. તેનું લક્ષ્ય હોય છે આત્મગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ - એનું અંતિમ ધ્યેય હોય છે આત્માની મુક્તિ; આત્માની પરમ વિશુદ્ધિ.
જેમ જેમ નિર્મળ જ્ઞાન પામતો જાય છે તેમ તેમ તેના આંતરબાહ્ય વિચારવ્યવહાર લોકોત્તર બનતા જાય છે.
જનપ્રિયત્ન ઃ
જ્યારે મનુષ્યનો વ્યવહાર બીજાંની સાથે ઉદારતાપૂર્ણ અને દાક્ષિણ્યસભર બને છે, ત્યારે તે જનપ્રિય બને જ છે. તે લોકોના હૃદયમાં વસી જાય છે. લોકો એની પ્રશંસા કરતા રહે છે. પરિણામસ્વરૂપ લોકો એના આલંબનથી શુદ્ધ ધર્મ પ્રત્યે, ધર્મગુરુઓ પ્રત્યે અને ધર્મસ્થાનો પ્રત્યે આકર્ષિત થાય છે. શુદ્ધ ધર્મની લોકો પ્રશંસા કરે છે.
શ્રાવક જીવન : ભાગ ૪
જો મનુષ્ય ઉદાર હશે, પણ હૃદયથી નિષ્ઠુર હશે, સ્વાર્થી અને સ્વચ્છંદી હશે તો તે બીજાંને ધર્મપ્રેમી નહીં બનાવી શકે. લોકોને એના પ્રત્યે પ્રેમ નહીં હોય; લોકો એની પ્રશંસા નહીં કરે. જનપ્રિયતા એક વિશિષ્ટ ગુણ છે. ત્રણ વાતો મનુષ્યના જીવનમાં હોય, તો તે લોકપ્રિય બને જ છે.
તેનામાં ઉદારતા હોવી જોઈએ.
તે શીલવાન હોવો જોઈએ.
તે વિનીત - નમ્ર હોવો જોઈએ.
ઉદારતાની વાતો તો પહેલાં જ તમને કરી દીધી છે. બીજી વાત છે શીલની. શીલ એટલે સારો સ્વભાવ, સારું ચારિત્ર. ઉદારતાની સાથે સાથે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. જેને પણ તમે દાન આપો, સહાય કરો, તેનો તિરસ્કાર ન કરો. તેની સાથે પ્રેમથી વાત કરો. તેને નીચો ન દેખાડો. તેના ગૌરવને હાનિ ન પહોંચાડો. આ છે શીલનો પહેલો અર્થ.
બીજો અર્થ છે સારું ચારિત્ર, નિર્મળ વૃષ્ટિ, નિષ્પાપ દૃષ્ટિ. દુનિયા આ વાત જુએ છે - ‘એ મહાનુભાવ ચારિત્રશીલ છે, કોઈ પર-સ્ત્રીની સામે આંખ ઊંચી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org