________________
૧૨૨
ઉદારતા-ગુણ વ્યાપક જોઈએ ઃ
બીજી વાત પણ વિવેકની જ છે. સંઘ-સમાજમાં હજારો, લાખો રૂપિયાનું દાન દેનારાઓ પોતાના ઘરમાં કૃપણ બની જાય છે. સ્નેહી-સ્વજનો, નોકર-ચાકરની સાથે તેઓ જ્યારે કૃપણતાપૂર્ણ, ક્ષુદ્રતાપૂર્ણ વ્યવહાર કરે છે ત્યારે તેમનું દાન પ્રશંસાપાત્ર નથી બનતું. દાનથી એમની શોભા વધતી નથી. એટલા માટે મનુષ્યે સૌ પ્રથમ પોતાના ઘરમાં ઉદાર બનવું જોઈએ.
શ્રાવક જીવન : ભાગ ૪
એક મહાનુભાવે સંઘમાં સ્વામિવાત્સલ્ય કર્યું હતું. રૂપિયા પચાસ હજારનું ખર્ચ કર્યું હતું. ઉદારતાથી સંઘને ભોજન આપ્યું હતું. બીજે દિવસે ઘરમાંથી એની પત્નીએ નોકરને પચાસ રૂપિયા આપ્યા તો તરત જ પતિએ પત્નીને પૂછ્યું : ‘નોકરને પચાસ રૂપિયા કેમ આપ્યા ?’ પત્નીએ કહ્યું : ‘તેની પત્ની બીમાર હતી, દવા માટે પૈસા આપ્યા છે.’
“એને પૈસા ન આપવા જોઈએ આ રીતે....બીમારીનું બહાનું કાઢીને આ લોકો પૈસા લઈ જાય છે...તું સરળ છે એટલે તેમની વાતો નથી સમજતી..' મોટું ભાષણ સંભળાવી દીધું. પત્ની વિવેકી હતી. દશ વર્ષથી એ નોકરને જાણતી હતી. મદદ કરવી જરૂરી હતી. એ યોગ્ય દાન હતું, પરંતુ પતિ ઉચિત વાત સમજતો ન હતો, એટલા માટે તે ઘરમાં અપ્રિય બની ગયો હતો.
આ રીતે પત્ની, પુત્ર, પુત્રી, માતાપિતા વગેરેની સાથે પણ ઉદારતાપૂર્ણ વ્યવહાર ક૨વો જોઈએ. ભદ્રામાતા શાલિભદ્રની હવેલીમાં શા માટે પ્રિય હતી ? શાલિભદ્રની ૩૨ પત્નીઓ માટે ભદ્રામાતાએ ૧૬ લાખ મુદ્રાઓ આપીને ૧૬ રત્નકંબલો લીધી હતી ને ? પોતાને માટે એક પણ ન રાખતાં ૩૨ પુત્રવધૂઓને આપી દીધી હતી ને ? આવી ઉદારતા જોઈએ. પોતાની શક્તિ અનુસાર ઉદાર બનવું જોઈએ. દાક્ષિણ્ય :
બીજો ગુણ બતાવ્યો છે દાક્ષિણ્યનો. દાક્ષિણ્ય એટલે બીજાંની સેવા કરવાનો, બીજાંનાં કાર્યો કરવાનો ઉત્સાહ. આ ઉત્સાહ સદૈવ ટકેલો હોવો જોઈએ. અખંડ હોવો જોઈએ, જેથી બીજાંનાં કાર્ય આવી પડતાં તમે અવિલંબ તેનું કામ કરી શકો. નિઃસ્વાર્થ ભાવનાથી કરશો.
જે માણસમાં આ દાક્ષિણ્ય નથી હોતું, જે બે-શર્મ હોય છે. તે બીજાનાં કામ નહીં કરે. વિચારશે કે ‘શું આપણે બેકાર બેઠા છીએ ? આપણે કેટલા લોકોનાં કામ કરતા ફરીશું ? આપણે તો સાફ મના કરી દઈશું.' હા, કોઈ સ્વાર્થ દેખાશે તો તે અડધી રાતે પણ કામ કરવા ઊપડશે. પરોપકારનો દેખાવ ક૨શે. બીજાંને આભારવશ કરી દેશે. પાછળથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી દેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org