________________
૧૨૦
શ્રાવક જીવન : ભાગ ૪
ન કરવી જોઈએ ને ? અભિલાષા કરતા રહો છો ! જ્યારે પણ ઝેર લાગે અને ઝેરને ઉતારવાની ઇચ્છા જાગ્રત થાય ત્યારે ગુણોનું અમૃતપાન કરવાની શરૂઆત કરજો. ઔદાર્ય - ઉદારતા
ઔદાર્ય લોકોત્તર ગુણ છે. જ્યારે કૃપણતા અને ક્ષુદ્રતાના દોષ દૂર થાય છે ત્યારે આ ગુણ આત્મામાં પ્રગટ થાય છે. દાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ પણ અપેક્ષિત હોય છે. દાનાન્તરાયકર્મનો ક્ષયોપશમ થતાં ઉદારતા-ગુણ પ્રગટ થાય છે. સમકિત દૃષ્ટિ મનુષ્ય જે ઉદાર હોય તો તે શાસનની ઉન્નતિનાં અનેક શુભ કાર્યો કરી શકે છે. બુદ્ધિપૂર્વક દાન આપે છે. જ્યાં જે ક્ષેત્રમાં દાન આપવું ઉચિત હોય ત્યાં જ દાન આપે છે.
– જ્યાં જિનમંદિર બનાવવું યોગ્ય હશે ત્યાં જિનમંદિર બનાવશે.
જ્યાં ઉપાશ્રય, ધર્મશાળાની જરૂર હશે ત્યાં તે ઉપાશ્રય અને ધર્મશાળા બનાવશે.
GMA
જ્યાં જ્ઞાનભંડારની આવશ્યકતા હશે ત્યાં જ્ઞાનભંડાર બનાવશે.
જ્યાં સાધુ-સાધ્વીના વૈયાવચ્ચની જરૂર હશે ત્યાં વૈયાવચ્ચ કરશે. ઔષધઉપચારમાં પોતાના પૈસા ખરચશે.
જ્યાં શ્રાવક-શ્રાવિકાને રિદ્રતામાંથી બહાર કાઢવાં જરૂરી હશે, ત્યાં શ્રાવકશ્રાવિકાનો ઉદ્ધાર કરશે.
આ બધું મનુષ્યના વિવેક પર નિર્ભર છે. આજકાલ..... કેટલાંક વર્ષોથી આ વિવેક દેખાતો નથી. જેમ કે આપણા સંઘોમાં જ્યાં દેવદ્રવ્યની આવશ્યકતા નથી હોતી ત્યાં તમે લોકો દેવદ્રવ્યમાં લાખો રૂપિયા આપો છો, જ્યારે સાધારણ ખાતામાં જરૂરી રકમ પણ નથી આપતા. એનું પિરણામ એ આવ્યું કે કેટલાંક ગામોમાં સ્વપ્નદ્રવ્યની બોલીના રૂપિયા સાધારણ ખાતામાં લઈ જવાય છે. કેટલાંક ગામોમાં ૫૦ ટકા સાધારણ ખાતામાં લઈ જવાય છે. તો કેટલાંક ગામોમાં વળી ૨૫ ટકા લઈ જવાય છે.
વાસ્તવમાં રૂપિયા આપનાર તો તમે લોકો જ છો. સાધારણ ખાતામાં જેટલા રૂપિયા જોઈએ તેટલા તેમાં કરાવી દો તો દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવાનું પાપદોષ નહીં લાગે.
જ્યાં જ્ઞાનદ્રવ્યની આવશ્યકતા હોય ત્યાં વિવેકી માણસ પહેલાં શાનદ્રવ્યમાં દાન આપશે. જ્યાં સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં રૂપિયાની જરૂર હોય ત્યાં વૈયાવચ્ચમાં આપવા જોઈએ. કેટલાંક ગામોમાં સાધુ-સાધ્વીઓના વૈયાવચ્ચ માટે પૈસા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org