________________
૧૧૮
પાંચમો અતિચાર છે અન્ય ધર્મોની સેવા :
જો તમે બીજા ધર્મીઓ (અન્ય ધર્મોના) સાથે રહેતા હો, તેમની સાથે વાર્તાલાપ કરતા હો, ધર્મતત્ત્વોની ચર્ચા કરતા હો...અને તમારી બુદ્ધિ મંદ હોય, દુર્બળ હોય તો તમારી જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા હાલી જઈ શકે છે. પહેલી ‘દર્શન-પ્રતિમા' ધારણ કરનારાઓએ આ અતિચારોથી બચવાનું છે.
શ્રાવક જીવન : ભાગ ૪
‘દર્શન-પ્રતિમા’ ધારણ કરનારાઓએ ચોથી વાતનું જે પાલન કરવાનું હોય છે તે છે સમ્યગ્ દર્શનના વિશિષ્ટ આચારોનું પાલન અને રાજાભિયોગ વગેરે ૬ અભિયોગનો ત્યાગ કરવો તે છે.
છ અભિયોગ :
અભિયોગ એટલે ઇચ્છા ન હોવા છતાં ય જે કરવું પડે તે, અને તે કરવાથી સમ્યક્ત્વનો ભંગ ન થાય; તે ૬ અભિયોગ છે.
૧. પહેલો છે રાજઅભિયોગ. કોઈ વાર રાજાની આજ્ઞાથી, જિનમતથી વિપરીત પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
૨. બીજો છે ગણાભિયોગ. કોઈ વાર સ્વજન-પરિજનોના આગ્રહથી જિનમતની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
૩. ત્રીજો છે બલાભિયોગ. કોઈ વાર કોઈક બળવાન મનુષ્યના ભયથી ન કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
૪. ચોથો છે દેવાભિયોગ. કોઈ વાર કોઈ મિથ્યાવૃષ્ટિ દેવ-દાનવના ભયથી ન કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
૫. પાંચમો છે કાન્તારવૃત્તિ. કોઈ વાર જંગલમાં રખડી પડ્યા, પ્રાણરક્ષા કરવી મુશ્કેલ બની જાય, ત્યારે પ્રાણરક્ષાના હેતુથી અયોગ્ય પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
૬. છઠ્ઠો છે ગુરુ આદિનો નિગ્રહ, વિશેષ પરિસ્થિતિમાં ગુરુ આદિ ઉપકારી વર્ગના નિગ્રહથી, જિનમત વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી પડે તો કરે.
આ છ પ્રકારના અપવાદો છે. જે સમકિતી જીવો છે તેમને માટે આ છ અપવાદો છે. આમાંથી એક પણ કારણ ઉપસ્થિત થતાં જે કોઈ વંદનાદિ કરવાં પડે તે ભક્તિભાવથી ન કરવાં...ભક્તિભાવ રહિત...માત્ર દ્રવ્યક્રિયાથી જ કરવાં.
પરંતુ ‘દર્શન-પ્રતિમા’ ધારણ કરનાર સત્ત્વશીલ પુરુષ આ કારણો ઉપસ્થિત થતાં ય અપવાદમાર્ગનું આલંબન નથી લેતો. જે કોઈ આપત્તિ આવે, તેને સહન કરવામાં તે સમર્થ હોય છે. નિર્ભય હોય છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org