________________
૧૧૬
શ્રાવક જીવન : ભાગ ૪ કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમની સિદ્ધિ તર્કથી નથી થઈ શકતી. માત્ર આગમ-પ્રમાણથી માનવા પડે. આવા પદાર્થોમાં ય શંકા ન કરવી. કારણ કે શાસ્ત્રરચના કરનારા નિઃસ્વાર્થી જ્ઞાની પુરુષ હતા. એમને અસત્યનો આશ્રય લેવાનું કોઈ પ્રયોજન ન હતું. શાસ્ત્રોની વાતોમાં શંકા હોવાનાં પાંચ કારણો હોય છે ? ૧. એવા વિશિષ્ટ કોટિના જ્ઞાની આચાર્ય આજ નથી. ૨. શેય પદાર્થોની ગંભીરતા-ગહનતા છે. ૩. જીવોના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી. ૪. હેતુ અને ઉદાહરણનો જ્યાં અભાવ હોય છે અને ૫. બુદ્ધિ મંદ હોય છે. શાસ્ત્રોની સર્વ વાતો સમજમાં નથી પણ આવતી. આપણી બુદ્ધિ મર્યાદિત હોય છે. બુદ્ધિની મર્યાદા હોય છે. શાસ્ત્રોની વાતો અનંત-અપાર હોય છે. એવું અભિમાન કદી ન કરવું જોઈએ કે હું સર્વ શાસ્ત્રોનાં ધર્મગ્રંથોની વાતો સમજી શકું છું.” શાણો માણસ આવું અભિમાન કદી ય ન કરે. એ સર્વજ્ઞશાસનને કદી જૂઠું નહીં કહે. સર્વજ્ઞશાસનનો અપલાપ નહીં કરે. એ એટલું તો સમજે છે કે પરાનુગ્રહપરાયણ રાગદ્વેષ વિજેતા યુગ શ્રેષ્ઠ એવા જિનેશ્વર કદી અસત્ય પ્રતિપાદિત ન કરી શકે.
એક વાત નિશ્ચિત છે કે જિનભાષિત એક પણ તત્ત્વ પ્રત્યે અરુચિ થવાથી આત્માને મિથ્યાત્વ સ્પર્શી જાય જ છે....જિનભાષિત એક પણ પદાર્થમાં શંકા પડવાથી જિનેશ્વરમાં, અરિહંતમાં, તીર્થંકરમાં અવિશ્વાસ વ્યક્ત થઈ જ જાય છે. એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને સંસારમાં રખડાવે છે. એટલા માટે જિનભાષિત પદાર્થ જ પ્રમાણભૂત છે.” એવી શ્રદ્ધા ટકાવી રાખવાની છે. તમારી બુદ્ધિની મંદતાનો, દુર્બળતાનો સ્વીકાર કરવો જ પડશે. બીજો અતિચાર છે કાંક્ષા :
કાંક્ષા એટલે અભિલાષા. જ્યારે મનુષ્ય બીજા ધર્મોનું અધ્યયન કરે છે, બીજા ધર્મોની વાતો સાંભળે છે, ત્યારે તે વિચારે છેઃ “આ વૈદિક બૌદ્ધ...વગેરે ધર્મોમાં વિષયસુખોનું સેવન કરતાં કરતાં ય સ્વર્ગસુખ પામવાની વાતો જણાવી છે.... મદ્યપાન, માંસભક્ષણ વગેરે કરવામાં દોષ બતાવ્યો નથી. તો એ ધર્મોની સાધના કરવી જોઈએ. જે ધમમાં વધારે તપ, ત્યાગ કરવામાં નથી હોતાં, પાપોનો ત્યાગ કરવાની વાતો નથી કરવામાં આવી એવા ધર્મનું પાલન કરવાની ઈચ્છા થાય છે. તો “કાંક્ષા’ નામનો અતિચાર લાગે છે. સમ્યક્તને દૂષિત કરી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org