________________
પ્રવચન ૮૨
૧૧૫
પ્રતિમાના બે મહિના, ત્રીજીના ત્રણ મહિના...અગિયારમીના ૧૧ મહિના. પૂર્વપૂર્વની પ્રતિમાની આરાધના ઉત્તરોત્તર પ્રતિમાઓની આરાધનાની સાથે કરવાની હોય છે. જેમ કે બીજી પ્રતિમાની આરાધના કરતી વખતે પહેલી પ્રતિમાની આરાધના પણ ચાલુ રાખવાની હોય છે.
આજે તો મારે પહેલી પ્રતિમા ‘દર્શન-પ્રતિમા’ના વિષયમાં સમજાવવું છે. આ પ્રતિમાની આરાધનાથી સમ્યક્ દર્શન ગુણ દૃઢ થાય છે, પુષ્ટ થાય છે. બાકીની ૧૦ પ્રતિમાઓની આરાધનાથી સમ્યગ્ ચારિત્ર ગુણ પુષ્ટ થાય છે.
દર્શન-પ્રતિમા :
દર્શન-પ્રતિમાની આરાધનામાં પ્રમુખ ચાર વાતો હોય છે ઃ
૧. પહેલી વાત છે ઃ આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ - આ પાંચ ગુણોની આરાધના. આ પાંચ ગુણોની બાબતમાં તમને સંક્ષેપમાં બતાવી દીધું છે.
૨. બીજી વાત છે ઃ મિથ્યા અભિનિવેશનો ત્યાગ. કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ન રાખવો. જે મિથ્યા છે, અસત્ છે, એવી માન્યતાઓનો ત્યાગ થવો જોઈએ. ૩. ત્રીજી વાત છે : પાંચ અતિચાર (દોષ)નો ત્યાગ કરવાનો છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિ-પ્રશંસા અને મિથ્યાવૃષ્ટિ સંસ્તવ - આ પાંચ અતિચારો છે. આ પાંચ અતિચારોના સ્વરૂપ સંક્ષેપમાં તમને સમજાવું છું. પહેલો અતિચાર છે શંકા :
આ દોષ સમ્યગ્ દર્શન ગુણને દોષ લગાડે છે. શ્રદ્ધાને નિર્બળ કરે છે. સર્વશ, વીતરાગ ભગવંતે જેવો સરળ માર્ગ બતાવ્યો છે તેવાં ગહન-ગંભીર નવ તત્ત્વો પણ બતાવ્યાં છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આદિ અરૂપી દ્રવ્યોનું પણ અસ્તિત્વ પ્રતિપાદિત કર્યું છે. મતિમંદ મનુષ્ય આ નવ તત્ત્વોને સારી રીતે નથી સમજી શકતો ત્યારે તેના મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે ‘શુ આવાં ધર્માસ્તિકાયાદિ અરૂપી પદાર્થો હોતા હશે ?’
શંકાના બે પ્રકારો હોય છે - આંશિક શંકા અને સર્વશંકા, જેમ કે ‘જીવ તત્ત્વ તો છે, પરંતુ જીવ શરીરવ્યાપી છે યા શરીરના એક ભાગમાં જ જીવ હોય છે ? જીવાત્મા સપ્રદેશી છે કે અપ્રદેશી ?” આ છે આંશિક શંકા. જીવનું અસ્તિત્વ માની લીધું પરંતુ એના સ્વરૂપમાં શંકા કરી એને આંશિક શંકા કહે છે. સર્વશંકા આ પ્રકારની હોય છે : ‘શું ધર્મતત્ત્વ છે કે નથી ?' ધર્મતત્ત્વના અસ્તિત્વમાં જ શંકા ! સર્વાંશમાં શંકા ! આ બંને પ્રકારની શંકા સમ્યગ્ દર્શન ગુણને દૂષિત કરે છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ શંકા ન કરવાનો ઉપદેશ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org