________________
૧૧૩
પ્રવચન ૮૨ સંપર્કમાં રહેવાથી કંઈક અંશે સુખને સમજે છે.
એ સમજે છે, પરંતુ મુક્તિસુખ પામવાનો પુરુષાર્થ નથી કરી શકતો. માત્ર ઈચ્છા, માત્ર અભિલાષા રહે છે. તેની અંદરની ઝંખના માત્ર રહે છે.
સભામાંથી ઈચ્છા, અભિલાષા મુક્તિસુખની રહે છે, તો પછી સમકિતી જીવ વૈષયિક સુખ-ભોગોમાં આસક્ત કેમ દેખાય છે?
મહારાજશ્રી સમકિતી મનુષ્ય અંદરથી મુક્તિસુખ ઇચ્છે છે, બાહ્ય જીવનમાં રંગરાગમાં ડૂબેલો જણાય છે. આ જ એના જીવનમાં સૌથી મોટું દ્વન્દ્ર છે. વૈષયિક સુખોના આવેગમાં તે વહી-તણાઈ જાય છે, પરંતુ જ્યારે આવેગ શાન્ત થાય છે ત્યારે “મેં આ સારું નથી કર્યું...પાપ કર્યું છે.' એવો એના મનમાં પશ્ચાત્તાપ થાય છે. ગ્લાનિ ઊપજે છે.
વાસ્તવમાં સમકિત વૃષ્ટિ જીવ બેવડી પ્રકૃતિનું પ્રાણી હોય છે, એક બાજુ તે પોતાની સહજ પ્રવૃત્તિઓ, આવેગ, ઈચ્છાઓ અનુસાર જીવનયાપન કરે છે, જ્યારે બીજી બાજુ તે જાગરુક હોય છે, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકૃતિનો હોય છે. તે નિમ્ન પ્રકારની પ્રકૃતિનું પરિશોધન ચાહે છે. આ બંને પ્રકૃતિઓનું ઘર્ષણ એના જીવનમાં થતું રહે છે. આ દ્વન્દ્રને કારણે તેનું જીવન કોઈ વાર ઉચ્ચતર દેખાય છે, તો કોઈ વાર નિતર દેખાય છે.
આ દૃષ્ટિએ સમકિત વૃષ્ટિ અંદર દુઃખી અને વ્યાકુળ રહે છે. કોઈ વાર શુભ તત્ત્વની હાર થાય છે તો કોઈ વાર અશુભ તત્ત્વની હાર એના જીવનમાં થઈ જાય છે. શુભ-અશુભ તત્ત્વોની હાર-જીત ચાલતી રહે છે. પ્રશમ :
પાંચમું લક્ષણ છે પ્રશમ, શર્મ કહો, પ્રશમ કહો, ઉપશમ કહો, એક જ વાત છે. તાત્પર્ય એટલું જ છે કે સમકિત વૃષ્ટિ જીવનો ક્રોધ ઓછો થવો જોઈએ. એટલો ઓછો થઈ જવો જોઈએ કે અપરાધી જીવ ઉપર પણ ક્રોધ ન આવે, રોષ ન આવે, ક્રોધની વાસના ઉપશાન્ત થઈ જવી જોઈએ.
હા, એ સંપૂર્ણ રીતે ક્રોધવિજય નહીં કરી શકે, પણ ક્રોધને બની શકે તેટલો શાન્ત કરશે, વેરની ગાંઠ નહીં બાંધે. આ પ્રકારનો પ્રશમ-ગુણ પ્રગટ થવાનાં બે - કારણો બતાવવામાં આવ્યાં છે. - ક્રોધ-કષાયનાં ભયાનક પરિણામોનું ચિંતન કરવાથી. – પૂર્વજન્મથી જ ઉપશમભાવના સંસ્કાર લઈને આવવાથી.
આ બે વાતો કહેનારા મહાન જ્ઞાની સાધુપુરુષ છે. એટલા માટે એક વાત નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org