________________
પ્રવચન ૮૨
૧૧૧
૪. આત્મા ભોક્તા છે. આત્મા શું ભોગવે છે ? સ્વોપાર્જિત કર્મોને આત્મા કેવી રીતે ભોગવે છે ? આત્માનું ભોતૃત્વ સિદ્ધ કરનારાં ત્રણ પ્રમાણો કયાં છે? ૫. નિર્વાણ છે. નિર્વાણ ભાવસ્વરૂપ છે યા અભાવસ્વરૂપ ? નિર્વાણના વિષયમાં બૌદ્ધ આદિ દર્શનોની કેવી કલ્પના છે ? જિનેશ્વરોએ નિર્વાણનું, મોક્ષનું કેવું સ્વરૂપ બતાવ્યું છે ?
૬. નિર્વાણના ઉપાયો છે. કેવા ઉપાયો બતાવ્યા છે જિનેશ્વરોએ ? અન્ય બૌદ્ધાદિ દર્શનોએ જે ઉપાયો બતાવ્યા છે અને જિનેશ્વરોએ બતાવ્યા છે તેમાં શું અંતર છે ? જિનેશ્વરોએ બતાવેલા ઉપાયો જ કેમ સત્ય છે ?
જ્યારે આત્મામાં આસ્તિક્ય ગુણ પ્રગટ થાય છે ત્યારે આ ૬ વાતો અસ્તિ - છે,’ એવી શ્રદ્ધા બેસી જાય છે. માણસ સાચી શ્રદ્ધાવાળો બની જાય છે. જિનવચનોને યથાર્થ માનવા લાગે છે.
અનુકંપા :
બીજો ગુણ પ્રગટે છે અનુકંપાનો-દયાનો. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના જાગે છે. બીજા જીવોનાં દુઃખ જોઈને તેનું હૃદય દ્રવિત થઈ જાય છે. અને જો શક્તિ હોય તો તે દુઃખ દૂર કરવા પ્રવૃત્તિ કરે છે. દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિ એ વગર પક્ષપાતે કરે છે.
દયા-અનુકંપામાં પક્ષપાતને સ્થાન જ હોતું નથી. ‘આ મારો મિત્ર છે, દુઃખી છે એટલા માટે હું એનું દુઃખ દૂર કરું....આ મારો પરિજન છે, સ્નેહી છે, પરિચિત છે...એ દુઃખી છે એટલા માટે હું એનું દુઃખ દૂર કરું.”
આ વ્યક્તિ દુઃખી છે, પરંતુ મારે શું ? એ ન તો મારો મિત્ર છે, ન સ્નેહી...કે સ્વજન છે. આ મનુષ્ય દુઃખી છે, પરંતુ મારે શું લેવાદેવા ? એ મારો શું સગો થાય છે ? - આ પ્રકારનો પક્ષપાત અનુકંપામાં થઈ શકતો નથી. અનુકંપાનો વિષય હોય છે જીવ માત્ર, સર્વ મનુષ્યો....સર્વ પશુપક્ષી અને સમગ્ર જીવસૃષ્ટિ ! જે દુઃખી હોય એ સર્વે જીવો દયાને પાત્ર છે,
પહેલાં જાગવી જોઈએ ભાવદયા. ભાવ-અનુકંપા. બીજા જીવોનાં દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવિત થઈ જવું જોઈએ. દ્રવિત હ્રદયે - ‘હું એનું દુઃખ ક્યારે દૂર કરું ? - કેવી રીતે દૂર કરું ?' એ વિચારવાનું હોય છે.
- જો જીવ ભૂખ્યો હોય તો તેને ભોજન આપે છે.
જો તે રોગી હોય તો તેનો ઉપચાર કરે છે.
જે તે વસ્ત્ર ઇચ્છતો હોય તો તેને વસ્ત્ર આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org