________________
પ્રવચન ૮૨
પરમ ઉપકારી, મહાન કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપતાં કહ્યું છે કે ‘ગુણવૃદ્ધિ કરતા રહો.’ ગુણોને વધારવાની પ્રેરણા આપી છે. આમ તો તમે લોકો ગુણવૃદ્ધિ કરવાનું લક્ષ્ય જ ચૂકી ગયા છો. મારે ગુણોની વૃદ્ધિ ક૨વી છે. ગુણોને પુષ્ટ કરવાના છે.' એવો વિચાર કદી આવ્યો છે ? આ બે દિવસમાં આવ્યો હોય તો શક્ય છે.
પૈસા વધારવાના વિચારો આવતા હશે.
માન-સન્માન વધારવાના વિચારો આવતા હશે.
મકાન-બંગલા-ફ્લેટ વધારવાના વિચારો આવતા હશે.
પરંતુ ગુણવૈભવ વધારવાના વિચારો નથી આવતા ને ? કારણ કે ગુણોની મહત્તાનો વિચાર જ કદી આવ્યો નથી. ગુણોના અભાવે જીવન કેટલું વિકૃતિભર્યું બની ગયું છે, એ વિચાર પણ ભાગ્યે જ આવ્યો હશે ! વ્યક્તિત્વને ગુણમય બનાવવાનો સંકલ્પ ક૨વો પડશે. પ્રાપ્ત કરેલા ગુણ ચાલ્યા ન જાય એ માટે સાવધાન રહેવું પડશે, જાગ્રત રહેવું પડશે.
-
એક વાત સમજી લો કે ગુણ જ સાચું ધન છે. સાચી સંપત્તિ છે. ગમે તેટલી ભૌતિક સંપત્તિ તમારી પાસે હશે, પરંતુ ગુણવૈભવ નહીં હોય તો તમે ગરીબ છો, એ માનવું પડશે. સર્વ ગુણોનો આધાર છે સમ્યગ્ દર્શન ! સમકિત ! એટલા માટે સમ્યગ્ દર્શન ગુણ પર વિવેચન કરી રહ્યો છું.
સમ્યગ્ દર્શનનાં પાંચ લક્ષણો :
સમ્યગ્ દર્શનનાં પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આમ તો આ પાંચ જ ગુણો છે. જે વ્યક્તિના ચિત્તમાં આ ગુણ હોય છે એ મહાનુભાવ સમ્યક્ત્વથી વિભૂષિત હોય છે. ‘ગુણસ્થાનક-ક્રમારોહ' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે
પા-પ્રશમ સંવેગ-નિર્વાસ્તિવન્યક્ષઃ । गुणाभवन्तियच्चित्ते सः स्यात् सम्यक्त्वभूषितः ।।
૧. શમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય - આ પાંચ લક્ષણો છે સમ્યગ્ દર્શનનાં. આમ તો આ લક્ષણો બાહ્ય નથી, આંતિરક છે. મનુષ્ય પોતાના માટે નિર્ણય કરી શકે છે કે “મારામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org