________________
૧૦૮
શ્રાવક જીવન : ભાગ ૪
પણ કરે છે. આ કરતા રહેવાથી તેનો સમ્યગ્ દર્શન ગુણ પુષ્ટ થતો રહે છે.
જે રીતે એ પરમાત્મભક્તિ કરે છે એ રીતે જ ધર્મોપદેશક આચાર્યાદિ મુનિવરોની વૈયાવચ્ચ પણ કરે છે. આચાર્ય વગેરેની વિશ્રામણા કરતો રહે છે. અભ્યર્ચના પણ કરતો રહે છે. કારણ કે એના મનમાં ગુરુ પ્રત્યે અનુરાગ જન્મે છે. આ અનુરાગ...પ્રીતિ...ભક્તિ એને ગુરુસેવા કરવા માટે પ્રેરિત કરતી રહે છે. ગુરુસેવા - ગુરુવૈયાવચ્ચ ખૂબ મોટો ગુણ છે. સમ્યગ્ દર્શનની સાથે જોડાયેલો ગુણ છે. ગુરુસેવાથી સમ્યગ્ દર્શન પુષ્ટ થાય છે.
જિનવચનોના શ્રવણની તીવ્ર ભાવનાથી
-
· ચારિત્રધર્મ પામવાની તીવ્ર અભિલાષાથી અને
– દેવગુરુની સેવા-ભક્તિ કરવાથી
સમ્યગ્ દર્શન-ગુણનું પુષ્ટીકરણ થતું રહે છે. શ્રદ્ધાનાં દશ કેન્દ્રો :
સમકિતવૃષ્ટિ મનુષ્યની શ્રદ્ધાનાં ૧૦ કેન્દ્રો હોય છે. આ દશ કેન્દ્રો પ્રત્યે એને પ્રેમ હોય છે. એટલા માટે તે તેમની ભક્તિ કરે છે. પૂજા કરે છે. પ્રશંસા કરે છે. કદીય નિંદા કરતો નથી. આશાતનાઓનો ત્યાગ કરે છે. એ દશ કેન્દ્રોનાં નામ સાંભળી લો :
૧. અરિહંત ૨. સિદ્ધ
૩. આચાર્ય
૪. ઉપાધ્યાય
Jain Education International
૬. ચૈત્યપ્રતિમા
૭. આગમ-શ્રુત ૮. ક્ષમાદિ-ધર્મ
૯. પ્રવચન-સંઘ
૫. સાધુસમુહ
૧૦. સમ્યગ્ દર્શન
હવે તમે જ કહો કે આ ૧૦ કેન્દ્રભૂત પરમતત્ત્વોની તમે ભક્તિ કરો છો ? પૂજા કરો છો ? ક૨તા હશો, પરંતુ પ્રશંસા કરો છો ? નિંદા તો કદી કરતા નથી ને ?
સભામાંથી : કોઈ કોઈ વાર નિંદા કરીએ છીએ.....આશાતના પણ થઈ જતી હશે......
મહારાજશ્રી : તો પછી સમ્યક્ દર્શનના વિષયમાં વિચારવું પડશે. કદાચ આત્મામાં સમ્યગ્ દર્શન ગુણ પ્રગટ નહીં થયો હોય, અથવા એ ગુણ નિર્બળ બની ગયો હશે. એ ગુણને પરિપુષ્ટ કરવાપ્રયત્ન કરો. આ વિષયમાં વિશેષ વાતો આગળ કરીશ.
આજે બસ, આટલું જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org