________________
૧૦
શ્રાવક જીવન : ભાગ ૪
આવશ્યક છે. ઈસાઈ ધર્મનું આક્રમણ માત્ર ભારત પર જ નહીં, દુનિયાના મોટા ભાગના દેશો ઉપર થઈ રહ્યું છે.
તમારે તો શિક્ષણના માધ્યમથી ઈસાઈઓના પરિચયમાં રહેવું પડે છે અને હોસ્પિટલના માધ્યમથી તેમનો સંપર્ક થાય છે. ખ્રિસ્તીઓએ ‘કોન્વેન્ટ’ સ્કૂલો દ્વારા આકર્ષણ વધારી દીધું છે. તમારાં બાળકો ત્યાં જાય છે, ચર્ચમાં ય જાય છે. ખ્રિસ્તીધર્મની વાતો તેમના કાને પડે છે. તે બાળકો જૈનધર્મનો અભ્યાસ કરતાં નથી !
જેમની સ્કૂલોમાં બાળકો ભણતાં હશે, તેમની વાતો તેમને સાંભળવી જ પડશે. પરિણામની કલ્પના તમે લોકો કરી શકો છો. સમ્યગ્ દર્શનનાં ત્રણ લિંગ :
સમ્યગ્ દર્શન આત્માનો વિશિષ્ટ ગુણ છે. એ ગુણને દૃઢ કરવો જોઈએ, પુષ્ટ કરવો જોઈએ. શ્રાવકનું એક કર્તવ્ય બતાવ્યું છે ગુણવૃદ્ધિ કરવાનું. એમાં સમ્યગ્ દર્શન ગુણને પ્રાથમિકતા આપવી જોઈએ. એ ગુણને પુષ્ટ કરવા માટે ત્રણ ઉપાયો બતાવવામાં આવ્યા છે. તેમને આમ તો ‘લિંગ’ કહેવામાં આવ્યાં છે, એટલે કે ચિલ્ડ્રન કહેવાયા છે. આ ત્રણ લિંગ જીવાત્મામાં દેખાય તો સમજવું કે એનામાં સમ્યગ્ દર્શન છે જ.
પ્રથમ વાત છે સર્વજ્ઞભાષિત શાસ્ત્રોની શ્રવણેચ્છા. જેવી તેવી ઇચ્છા નહીં, તીવ્રતમ ઇચ્છા, જેમ કે સંગીતપ્રિય વ્યક્તિને જો મનપસંદ ગીત સાંભળવા મળે તો તે રાતભર સાંભળ્યા કરે છે. બીજાં બધાં કાર્યોને ગૌણ કરી દે છે. ઘર અને દુકાન ભૂલી જાય છે. સંગીત સાંભળવામાં તલ્લીન થઈ જાય છે. એ જ રીતે સમકિતવૃષ્ટિ મનુષ્ય સર્વજ્ઞ-વચનોને સાંભળવામાં તલ્લીન બની જાય છે. એ જ્યાં રહેતો હોય, તેની આસપાસ, જો કોઈ વિદ્વાન્ સદ્ગુરુનો ધર્મોપદેશ ચાલતો હશે તો તે સમયસર ત્યાં પહોંચી જશે. વિનયપૂર્વક બેસશે અને તન્મય બનીને તલ્લીનતાથી સાંભળશે.
જિનવચનોને સાંભળતાં સાંભળતાં તે ભાવિવભોર થઈ જશે. હર્ષથી એનું શરીર રોમાંચિત થઈ જશે. શાસ્ત્રોનું શ્રવણ કરતા રહેવાથી એનો સદ્બોધ વધતો જાય છે. જિનવચનોની યથાર્થતા જાણતો તે દૃઢ શ્રદ્ધાવાન બને છે. એનું સમ્યગ્ દર્શન રિપુષ્ટ બનતું જાય છે.
શ્રુતધર્મનો રાગ વધતો જાય છે. શ્રુતધર્મ એને ખૂબ જ પ્રિય લાગે છે. હા, જે જે જિનવચનો તે સાંભળે છે, તેમને તે જીવનમાં ન પણ જીવી શકે, એ સંભવ છે. જીવનમાં જીવવાની ભાવના રહે છે, પરંતુ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થયા વગર એ ચારિત્રધર્મનું પાલન કરી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org