________________
પ્રવચન ૮૧
૧૦૫
શાસ્ત્રોની વાતો કરતા હોય, એ લોકો ‘વ્યાપન્નદર્શની’ કહેવાય છે, તેમનાથી બચવું. તેમનો સંપર્ક, પરિચય ન રાખવો. આપણા જિનદર્શનમાં વ્યાપન્નદર્શનીને ‘નિહ્નવ’ કહ્યા છે. એ લોકો જિનવચનોનું યથાર્થ નિરૂપણ નથી કરતા. આગમોને માને છે પરંતુ આગમો પર લખેલાં ભાષ્ય, ચૂર્ણી, ટીકા વગેરેને નથી માનતા. પોતાના કાલ્પનિક અર્થો જ બતાવતા રહે છે.
કેટલાંક વર્ષોથી મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પર્યુષણા પર્વમાં કેટલાંક મંડળો યા સંસ્થાઓ - ગ્રુપો વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે. એ વ્યાખ્યાનમાળાઓમાં એવા કેટલાક વિદ્વાન્ લોકો આવે છે કે જેઓ શાસ્ત્રોના મનઃકલ્પિત અર્થ કરે છે. અભણ (શાસ્ત્રોના) લોકો સાંભળતા રહે છે. ભાષા સારી હોય છે, શૈલી આકર્ષક હોય છે... વિષય રુચિકર હોય છે. એટલે સાંભળવામાં મજા આવે છે; પરંતુ જિનવચનોથી વિપરીત વાતો શ્રોતાઓના મનમાં પ્રવેશી જાય છે, મિથ્યાત્વ દૃઢ થતું જાય છે, અને સાચા તત્ત્વમાર્ગથી અવળા ચાલે છે.
વાસ્તવિકતા તો એ છે કે તમે લોકો નવ તત્ત્વોનું સારી રીતે અધ્યયન કરો. કંઈક ઊંડાણમાં જઈને અધ્યયન કરો.
સભામાંથી : અધ્યયન કરવાનો અમને સમય જ ક્યાં છે ?
મહારાજશ્રી ઃ સમય તો છે, રુચિ નથી. સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્ના જાગી નથી. ઠીક છે. જ્યારે તમે જ્ઞાની બન્યા નથી, ત્યાં સુધી જેવા તેવા વક્તાઓનાં ભાષણ ન સાંભળ્યા કરો. ખોટી વાતો ચિત્તમાં ન ભરવી.
અન્ય ધર્મોની વાતો ક્યારે સાંભળવી જોઈએ ઃ
સમ્યગ્ દર્શનનો ચોથો પ્રતિભાવ છે કુદર્શનીનો ત્યાગ. કુદર્શની એટલે જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનો - બૌદ્ધદર્શન, વેદાંતદર્શન, સાંખ્યદર્શન...વગેરે. એ લોકોનો ત્યાં સુધી પરિચય ન કરવો જોઈએ કે જ્યાં સુધી તમે જૈનદર્શનનું સારું અધ્યયન ન કર્યું હોય. જૈનદર્શનનું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી તમે તુલનાત્મક અધ્યયન કરવા માટે બૌદ્ધ, વેદાન્ત વગેરે દર્શનોનું અધ્યયન કરી શકો છો. જો કે તમે લોકો તો જૈનદર્શનનું જ અધ્યયન નથી કરતા તો પછી બીજાં દર્શનોના અધ્યયનની તો વાત જ શું કરવી ?
છતાં પણ એ બૌદ્ધ, વેદાન્તી વગેરેનો પરિચય પણ ન રાખવો જોઈએ. નહીંતર તમારા મનમાં બૌદ્ધ તેમ જ વેદાન્તનો એકાન્તવાદ ઘૂસી જશે. મન બગડશે. એમના સંપર્કથી તમારા આચારો, વ્યવહાર પણ બગડશે. ખાવુંપીવું ય બગડશે.
હું જાણું છું કે વર્તમાનકાળમાં અન્ય દર્શનોનું આક્રમણ નથી. અન્ય ધર્મોનું પણ વિશેષ આકર્ષણ તમને લોકોને નથી. છતાં પણ સાવધાની રાખવા માટે આ વાત બતાવી છે. આજકાલ તો ખ્રિસ્તીઓ અને મુસલમાનોથી વિશેષ સાવધાની રાખવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org